વિજાપુરના કોલવડાના ખેડૂતે કરી લીમડાની ખેતી

લીમડો આમ તો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો ગુણકારી હોય છે. આપણા દેશમાં થતા લીમડાના ઝાડનો ઉપયોગ મોટે ભાગે આયુર્વેદમાં થાય છે. તો તેના લાકડાનો ઉપયોગ ફર્નીચરથી લઈને બળતણમાં થતો જોવા મળે છે. ત્યારે આજે અમે તમને બતાવીએ છે એવો લીમડો કે, તેની ખેતી થાય છે. તેનો પ્લાયવુડ અને દીવાસળી બનાવવા ઉપયોગમાં લેવાય છે. તે તૈયાર થતા તેની કિંમત ત્રણથી ચાર હજાર સુધી મળે છે. લીમડાની આ કઈ જાત છે? ક્યાં થાય છે આ લીમડો?

કડવો લીમડો આયુર્વેદિક દવા છે. જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પરંતુ અહી અમે તમને જે લીમડાની વાત કરવા જઈ રહ્યા છીએ. તે લીમડો આયુર્વેદમાં નહિ પરંતુ, પ્લાયવુડ બનાવવા કે દિવાસળી બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. આ છે મલેશિયન નીમ. મલેશિયામાં થતા આ લીમડાને વિજાપુર તાલુકામાં આવેલા કોલવડા ખોડભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડ્યો છે અને આ પ્રકારની ખેતી કરનારા ખેડૂત ભાગ્યે જ જોવા મળે છે. ખોડ્ભાઈના જણાવ્યા મુજબ એકવાર મલેશિયન નીમનું વાવેતર કર્યા પછી.

સાત વર્ષે આવક થાય છે. પરંતુ તે લાખોમાં હોવાથી સામાન્ય ખેતી કરતા આ ખેતી તેમને સારી લાગે છે. તેમના ખેતરમાં ર૮૦ મલેશિયન નીમની ખેતી કરી છે. જે સાત વર્ષે તૈયાર થશે. તેને સાત વર્ષે એક વાર કિંટગ કર્યા બાદ તે ફરીથી ઉગે છે. જે બીજા છથી સાત વર્ષે તૈયાર થાય છે અને ફરીથી લાખોની કમાણી કરાવે છે. તો આ લીમડાની વચ્ચે પડેલી જગ્યામાં બીજી ખેતી કરતા તેને ઉછેરવાનો ખર્ચ બારોબાર નીકળી જાય છે અને મલેશિયન નીમ વેચતા જે આવક થાય તે ચોખ્ખો નફો ખોડભાઈએ કરેલ ખેતી જોતા આસપાસના ખેતર માલિક ખેડૂતો પણ મલેશિયન નીમની ખેતી કરવા આકર્ષાયા છે. અને હવે મલેશિયન નીમની ખેતી કરવા નિર્ધાર કર્યો છે. તો આસપાસના ગામોના ખેડૂતો પણ ખોડ્ભાઈના ખેતરમાં મલેશિયન નીમ જોવા ઉમટી પડે છે. અને મલેશિયન નીમની કલમો મેળવી ખેતી કરવાનું જ્ઞાન ખોડ્ભાઈ પાસેથી મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *