વારાણસીનો અદ્ભુત અનુભવ: કરણ સૂચક

nnZzp

&TV પરનો આગામી શો ‘મેરી હાનિકારક બીવી’ ભારતીય ટેલિવિઝન પર અલગ વાત લઈને આવનાર છે. તેવી અપવાદાત્મક સંકલ્પના સાથે દર્શકોને મોહિત કરવા માટે સુસજ્જ છે. વારાણસીનો સીધોસાદો છોકરો અખિલેશ પાંડે (કરણ સૂચક) અને મુંબઈની ડોકટર ઈરા (જિયા શંકર)ના જીવન આસપાસ વીંટળાયેલી છે. દર્શકોને સંસ્કૃતિનું પોર્ટ્રેઈટ આપવા અને વારાણસી જે માટે વિખ્યાત છે તે સાદગી બતાવવા માટે કલાકારો આ આધ્યાત્મિક રાજધાનીમાં હાલ વ્યાપક શૂટ કરી રહ્યાં છે. રાત્રે ઘાટનો અદ્ભૂત નજારો હોય કે વટ સાવિત્રી પૂજા હોય, શોએ બધું જ આવરી લીધું છે.
વારાણસીમાં શૂટના અનુભવ વિશે બોલતાં કરણ સૂચક કહે છે, બાળપણથી હું હંમેશા વારાણસીમાં જતો હતો અને વાસ્તવમાં ભારતની આ આધ્યાત્મિક રાજધાની હોવાથી તેને વધુ આકર્ષક બનાવે છે. આ ટ્રિપની સૌથી સારી વાત એ છે કે, હું દેવ દિવાળીમાં વારાણસીમાં પહોંચ્યો હતો. જેને લઈ અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. ઘાટ પ્રકાશથી ઊભરાતો હતો અને હજારો ભકતો નદીમાં પ્રગટાવેલા દીવાઓ તરતા મૂકતા હતાં, જે સુંદર દૃશ્ય હતું.
તે વધુમાં ઉમેરે છે, મારો દિવસ હનુમાન ચાલીસા અને કીર્તન સાંભળીને શરૂ થતો હતો, જે ઘાટ ખાતે સર્વત્ર લગાવેલા લાઉડસ્પીકર પર વગાડવામાં આવતું હતું. ઉપરાંત શૂટને લીધે મને રાત્રે બોટ સવારી કરવાનો અને મંત્રમુગ્ધ કરનારો અનુભવ કરવા મળ્યો.
આ વિશે બોલતાં જિયા કહે છે કે, અમે ઘાટ ખાતે શૂટ કર્યું હતું અને ત્યાં શૂટ એ સુંદર અનુભવ રહ્યો હતો. વારાણસીમાં હું પહેલી વાર આવી અને વ્યસ્ત શૂટ વચ્ચે શહેરજોવાનો મને મોકો મળ્યો તે બદલ હું ભાગ્યશાળી છું. મેં વિખ્યાત બનારસી સાડીઓ પણ ખરીદી કરી અને મજેદાર પાન પણ ખાધાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *