વાયૂ પ્રદુષણ : આભ ફાટ્યુ છે, થિગડાં ચાલે ?

Cyclist pedal through the morning smog a day after Diwali festival, in New Delhi, India, Friday, Oct. 20, 2017. Environmental pollution - from filthy air to contaminated water - is killing more people every year than all war and violence in the world. One out of every six premature deaths in the world in 2015 - about 9 million - could be attributed to disease from toxic exposure, according to a major study released Thursday, Oct. 19, 2017 in The Lancet medical journal. (AP Photo/Manish Swarup)

નાગરિકોની વર્તણૂકને નિયંત્રિત કરવાની વાત આવે ત્યારે પરિસ્થિતિ વધારે જટિલ બને છે. તેમને યોગ્ય રીતે શિક્ષિત કરવા જોઈએ જેથી તેઓ પ્રદૂષણના ખતરાથી વાકેફ થાય અને સરકારને સહકાર આપતા શીખે
દિલ્હીમાં અત્યારે જાહેર કટોકટી લાદવામાં આવી છે. શહેરમાં વાયુપ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતાં આ પગલું લેવું પડ્યું છે. પ્રદૂષિત વાયુની સમસ્યાથી પીડાતું દિલ્હી એકમાત્ર શહેર નથી. ૨.૫ માઇક્રોનથી ઓછા વ્યાસના રજકણોથી લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હોય તેવી સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે.
વાયુ પ્રદૂષણથી કેન્સર, ફેફસાંનું કેન્સર અને હાર્ટ એટેક આવે છે. આ એક જાહેર આરોગ્યનું જોખમ છે જેનાથી જીવનની ગુણવત્તા અને ઉત્પાદકતાને અસર થાય છે. આટલું તો સમજ્યા. પણ અહીં એ સમજવું જોઈએ કે કોઈ દેશમાં વાયુ પ્રદૂષણ સતત ચિંતાજનક સ્તરે હોય તો તેના કારણે રોકાણ આકર્ષવામાં પણ નકારાત્મક અસર થાય છે. કયો સમજદાર રોકાણકાર એવી જગ્યાએ દુકાન નાખવાનું પસંદ કરશે જ્યાં લોકો બીમાર પડશે તે નક્કી હોય અને માત્ર જેની પાસે કોઈ વિકલ્પ ન હોય તેવા લોકો જ નોકરી કરવા તૈયાર હોય ?
ચીનનાં ઘણાં શહેરોમાં પણ વાયુપ્રદૂષણ ગંભીર સ્તરે છે. જોકે, ચીનમાં ઔદ્યોગિક આઉટપુટનું ઊંચું પ્રમાણ હોવાથી પ્રદૂષણમાં વધારો થયો છે. મોટા ભાગના પ્રદૂષક તત્ત્વો ઔદ્યોગિક કચરો હોય છે. ભારતીય શહેરોમાં પ્રદૂષણ માટે ઔદ્યોગિક પ્રવૃત્તિ નહીં પણ મુખ્યત્વે ખખડધજ વાહનો અને ભાંગ્યા-તૂટ્યા રસ્તા જવાબદાર છે. નાગરિકો બેજવાબદાર રીતે ગમે ત્યાં કચરો બાળે છે. બાંધકામના સ્થળે ઊડતી ધૂળના કારણે સૌથી મોટી સમસ્યા પેદા થાય છે.
દિલ્હીમાં તો સ્થિતિ એવી છે કે દૂર પંજાબમાં પાકનો કચરો બાળવામાં આવે તો તેનો ધૂમાડો પણ શહેરને ઘેરી વળે છે અને ૨.૫ માઇક્રોનથી નાના કણો હવામાં ફેલાય છે. પવનની દિશાના કારણે આ ધૂમાડો દિલ્હી પર છવાઈ જાય છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પાવર ગ્રિડની કામગીરી નબળી છે જેના કારણે વારંવાર વીજ પુરવઠો બંધ થાય છે. તેથી વીજળી ન મળે ત્યારે લોકોએ કલાકો સુધી ડીઝલના જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. પાવર પ્લાન્ટ દ્વારા વાયુ પ્રદૂષણ ઘટે તે માટે પાવર પ્લાન્ટમાં બેનિફિકેટેડ કોલસાનો ઉપયોગ થાય અને કણોનું પ્રમાણ ઘટાડવા કેટેલિટિક ક્ધવર્ટરનો ઉપયોગ થાય તે આવકાર્ય છે. પરંતુ નાગરિકોની વર્તણૂકને નિયંત્રિત કરવાની વાત આવે ત્યારે પરિસ્થિતિ વધારે જટિલ બને છે. તેમને યોગ્ય રીતે શિક્ષિત કરવા જોઈએ જેથી તેઓ પ્રદૂષણના ખતરાથી વાકેફ થાય અને સરકારને સહકાર આપતા શીખે પછી તે કચરો બાળવાની વાત હોય કે ફટાકડા ફોડવાના હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *