વાઘેલા, સોલંકી, ગેહલોત રાહુલને અલગ અલગ મળ્યા રાહુલ ગાંધી સાથે સકારાત્મક વાતાવરણમાં સારી ચર્ચા થઈ:શંકરિંસહ

l6

ગુજરાતમાં ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ નેતાઓ વચ્ચે અહંમના ટકરાવથી ઉભી થયેલી મડાગાંઠને લઈને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત આજે નવી દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને અલગ અલગ મળીને ચર્ચા કરી હતી.
સૌ પ્રથમ વિધાનસભા પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને છેલ્લે પ્રભારી અશોક ગેહલોતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને ગુજરાતના મામલે ચર્ચા કરી હતી.
નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીને મળીને અમદાવાદ પાછા ફરેલા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાથે દિલ્હીમાં સારા વાતાવરણમાં ચર્ચા થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ બાબતે અને સંગઠન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વાઘેલાએ બે દિવસ પછી પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત વાત કરવાની પણ પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રભારી અશોક ગેહલોત પણ રાહુલ ગાંધીને અલગ અલગ મળ્યા હતાં. રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન તેમજ ચૂંટણીલક્ષી ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો વહેલા જાહેર કરી દેવા શંકરસિંહ વાઘેલાના આગ્રહ અંગે શું ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *