વાઘેલા સહિત આઠ ધારાસભ્યો કોંગ્રેસમાંથી બરતરફ

કોંગ્રેસે આખરે ક્રોસ વોટીંગ કરનાર અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર કોંગ્રેસના આઠ બળવાખોર ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરી દેવાયા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને આ શિક્ષાત્મક સજા ફટકારાતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચકચાર મચી છે. રાજયસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસે આક્રમક મિજાજનો પરિચય કરાવી બળવાખોર ધારાસભ્યો સામે શિક્ષાત્મક પગલાં લઇ સપાટો બોલાવ્યો છે. બીજીબાજુ, કોંગ્રેસ પક્ષે હવે આ બાગી આઠ ધારાસભ્યો બીજા કોઇ પક્ષમાંથી પણ ચૂંટણી લડી ના શકે તે માટે જનપ્રતિનિધિ એકટ હેઠળની જરૂરી કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરી છે. કોંગ્રેસ દ્વારા બરતરફ કરાયેલા બળવાખોર ધારાસભ્યોમાં શંકરિંસહ વાઘેલા (કપડવંજ), તેમના પુત્ર મહેન્દ્રિંસહ વાઘેલા (મેઘરજ), રાઘવજી પટેલ (ધ્રોળ, જોડિયા), ભોળાભાઇ ગોહિલ (જસદણ), સી.કે.રાઉલજી (ગોધરા), અમિત ચૌધરી (માણસા), કરમશીભાઇ પટેલ (સાણંદ) અને ધર્મેન્દ્રિંસહ જાડેજા (જામનગર ગ્રામ્ય)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, શંકરિંસહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયા બાદ છ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતા, જયારે બાપુ પોતે અને તેમના સમર્થક સાત ધારાસભ્યોએ ગઇકાલે રાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના વ્હીપનો અનાદર કરી તેમના ઉમેદવાર એહમદ પટેલને મત આપવાને બદલે તેમના મતો ભાજપના ઉમેદવારોને આપ્યા હતા. જેને પગલે કોંગ્રેસના એહમદ પટેલને જીત મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, રાજયસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસે આક્રમક મિજાજનો પરિચય કરાવી સપાટો બોલાવ્યો હતો અને તમામ સાત બળવાખોર ધારાસભ્યોને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરી નાંખ્યા હતા. કોંગ્રેસ પક્ષની આ શિક્ષાત્મક કાર્યવાહીને બીજીબાજુ, પક્ષના વફાદાર અને છેક સુધી સાથે રહેલા તેમ જ એહમદ પટેલને જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર પક્ષના વફાદાર ધારાસભ્યોએ બિલકુલ યોગ્ય અને યથાર્થ ગણાવી હતી. પક્ષના વફાદાર ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો હતો કે, પક્ષ સાથે ગદ્દારી કરનારા આવા ધારાસભ્યોના કારણે પક્ષની ઇમેજ ખરડાઇ છે અને જનતામાં ખોટો સંદેશો ગયો છે, તેથી આ શિક્ષાત્મક કાર્યવાહી વાજબી જ છે. કોંગ્રેસે રાજયસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ શિક્ષાત્મક કાર્યવાહીનો સપાટો બોલાવી એ સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે, પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કોઇને પણ સાંખી લેવાશે નહી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકારણમાં કયારેય જોવા ના મળ્યા હોય તેવા જબરદસ્ત હાઇવોલ્ટેજ ડ્રામા, થ્રીલર અને સસ્પેન્સ વચ્ચે રાજયસભાની ત્રણ બેઠકો માટેની યોજાયેલી પ્રતિષ્ઠિત ચૂંટણીમાં એહમદ પટેલ વિજયી બન્યા હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની અપેક્ષા મુજબ જીતી ગયા હતા પરંતુ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં આવેલા બળવંતિંસહ રાજપૂતને કારમી હારનો સામનો કરવો પડયો હતો. રાજયસભાની ચૂંટણીના પરિણામોની ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આગામી દિવસોમાં હજુ પગલા લેવામાં આવે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *