વહીવટદારને રજૂઆત કરાઈ અંબાજી મંદિરમાં સેવાના સમય મુદ્દે શ્રદ્ધાળુઓમાં વધતો કચવાટ

અંબાજી મંદિર વિશ્વ લેવલે જેની ગણના થાય છે. તેવા માં જગદૃંબા આદ્યશક્તિ મહાશક્તિ અંબિકાના મંદિરમાં ગર્ભગૃહની પૂજા-પાઠ, આરતીનો સમય મંદિર ટ્રસ્ટના નાયબ કલેક્ટર અને વહીવટદાર અને કલેક્ટર, બનાસકાંઠા દ્વારા નક્કી થતો હોય છે.

પરંતુ ચાલુ વર્ષે નવા આવેલા ભટ્ટજી મહારાજ કલેક્ટર બનાસકાંઠા દ્વારા નક્કી કરવામાં આવેલ વારા મુજબના ભટ્ટજી મહારાજ પોતે નિયત સમયે સવારે-બપોરે અને સાંજે પૂજા-પાઠ-સેવા-આરતી ન થતી હોવાનું તેમજ તેમના સેવકો દ્વારા ગર્ભગૃહની સેવા-પૂજા થાય છે. આ બાબતે યાત્રિકોમાં તેમજ અંબાજી ગામના માઈભક્તોમાં રોષ ઉઠવા પામેલ છે. શ્રદ્ધાળુઓ પ્રત્યે ભટ્ટજી મહારાજના વર્તન વિશે તરેહ તરેહની ચર્ચા થાય છે.

આ બાબતે મંદિરના વહીવટદાર આર.કે. પટેલ ડેપ્યુટી કલેક્ટર અંબાજીનો મૌખિક ફરિયાદ યાત્રિકો અને માઈ ભક્તો દ્વારા કરવામાં આવેલ છે.

પરંતુ તે બાબતે કોઈ મંદિર ટ્રસ્ટ તરફથી આજદિન સુધી કોઈ પગલાં લીધેલ ન હોવાનું જાણવા મળેલ છે. કલેક્ટર દિલીપ રાણા આઈ.એ.એસ. આ અંગે અંગત રસ લઈ માઈભક્તોના હિતમાં ઘટતી કાર્યવાહી કરીને પગલાં લે તેવી માંગ છે. જો કલેક્ટર કે વહીવટદાર તરફથી પગલાં નહિ લેવામાં આવે તો કેટલાક માઈ ભક્તો સરકારમાં ફરિયાદ કરનાર હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *