વરૂણ ગાંધીને સી.એમ. પદના ઉમેદવાર જાહેર કરવા શત્રુઘ્નનું સમર્થન કારોબારી પૂર્ણ થતા જ ભાજપમાં ધમાસાણ

varun

ભાજપની બે દિવસની કારોબારી પૂર્ણ થતાની સાથે જ પાટીમાં ધમાસાણ શરૂ થઈ ગયુ હોય તેમ ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર મામલે ધમાસાણ શરૂ થયું છે. વરૂણ ગાંધીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મામલે આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે અને પક્ષપ્રમુખ અમીત શાહ સામે પણ પ્રહારો શરૂ થયા છે. ભાજપના સાંસદ શ્યામાચરણ ગુપ્તાએ વરૂણ ગાંધી સામેઆરોપ લગાવ્યાબાદ હવે શત્રુઘ્નસિંહા, વરૂણ ગાંધીની વ્હારે આવ્યા છે અને તેને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. શત્રુઘ્નસિંહાએ કહ્યું કે વરૂણ ગાંધી જ સૌથી સારો ચહેરો છે. યુવાન છે અને સારી એવી લોકચાહના ધરાવે છે. તેઓને તક આપીને વ્હેલીતકે નામનું એલાન થવું જોઈએ. જો કે, તેઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે મુખ્યમંત્રીપદના ઉમેદવાર વિશેનો અંતિમ ફેંસલો પાર્ટીએ જ કરવાનો થાય છે.
ભાજપની બે દિવસની કારોબારી બેઠક પૂર્વે વરુણ ગાંધીએ પોસ્ટરો મારફત પોતાની જોરદાર દાવેદારી પેશ કરી હતી. પરંતુ ઉતરપ્રદેશના જ સાંસદોએ વિરોધનો ગણગણાટ શરૂ કરી દીધો હતો. મીશન યુપી હેઠળ અમીત શાહે પાર્ટીના સાંસદો સાથે બેઠક કરી હતી તેમાં સાંસદ શ્યામાચરણ ગુપ્તાએ વરૂણ સામે આરોપ મુકયો હતો કે તે ખૂદને મુખ્યમંત્રી જ ગણાવે છે એટલું જ નહીં તેનો વિરુદ્ધ કરવામાં આવે તો સાંસદોએ પણ ગુપ્તાના આરોપનું સમર્થન કર્યુ હતું. મુખ્યમંત્રીપદની દાવેદારી મામલે ધમાસાણ વચ્ચે ભાજપ દ્વારા પક્ષના બે કાર્યકરોને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. કારોબારી ટાણેજ વરુણ ગાંધીના ઢગલાબંધ પોસ્ટરોની નેતાગીરીએ ગંભીર નોંધ લીધી હતી. પક્ષપ્રમુખ અમીત શાહે સ્થાનિક નેતાગીરી પાસે રીપોર્ટ મંગાવ્યો હતો. વરુણ ગાંધીના જ બે સમર્થકોનો દોરીસંચાર હોવાનું ખુલતા બન્નેને નોટીસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *