વન્ડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવનો થયેલ શુભારંભ

a1

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મહોત્સવ એવા વન્ડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં કુલ ૪૮ હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયો મળી કુલ ૩૦૦ જેટલા સ્થળોએ મેચો રમાશે.  જે તા.૧૮મી નવેમ્બર સુધી ચાલશે. રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા બાદ તા.રજી અને ૩જી ડિસેમ્બરે તાલુકા લેવલની મેચો રમાશે, જયારે તા.૯મી અને તા.૧૦મી ડિસેમ્બરે જિલ્લા કક્ષાની મેચો રમાશે. જયારે તા.૧૭મી ડિસેમ્બરે ઝોન લેવલની મેચ રમાશે. જયારે છેલ્લે તા.ર૪મી ડિેસેમ્બરે આ ક્રિકેટ મહોત્સવની ફાઇનલ મેચ રમાશે. વન્ડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવમાં સાત-સાત ઓવરની મેચ રહેશે. જેમાં કોઇ ટીમમાં મહિલા ખેલાડી હશે તો તેને સાત રનનું બોનસ આપવામાં આવશે. રૂ.૪૦ લાખની ઇનામી રકમ સાથે આ વંડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવમાં કુલ ૪૮ હજાર ખેલાડીઓ ભાગ લેશે. તા.ર૪મી ડિસેમ્બરે ઉદયપુરમાં જ ફાઇનલ મેચ રમાશે. જયાં આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. ભારતીય ક્રિકેટર કપિલ દેવે તા.૧લી નવેમ્બરે આ ટુર્નામેન્ટનું તાજેતરમાં નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *