વડાપ્રધાન મોદીની હાજરીમાં ગાંધીનગરમાં ૩૦ જૂનથી વર્લ્ડ ક્લાસ ટેકસટાઈલ કોન્ફરન્સ

l3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ જૂને ગાંધીનગરમાં ટેકસટાઈલ્સ ઈન્ડિયા નામની મોટી ઈવેન્ટનું ઉદઘાટન કરવાના છે. ભારત ટેકસટાઈલ્સની પ્રાપ્તી માટેનું વૈશ્ર્વિક કેન્દ્ર છે એ દર્શાવવા માટેનો આ કાર્યક્રમ છે.
ટેકસટાઈલ્સ ક્ષેત્રને નડતી સમસ્યાઓ તથા એની સામેના પડકારો વિશે આ કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય પ્રધાનો તથા નીતિના ઘડવૈયાઓ ચર્ચાવિચારણા કરશે.
ત્રણ દિવસની આ પરિષદમાં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી, ટેકસટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાની, માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી, વાણિજય પ્રધાન નિર્મલા સીતારામન વગેરે સહભાગી થશે. એમાં આશરે ૨૫ દેશોમાંથી લોકો આવશે. વૈશ્ર્વિક ઉત્પાદકો, રોકાણકારો અને ખરીદદારોને પરસ્પર સમન્વય સાધવા માટેનો મંચ આ પરિષદમાં પૂરો પાડવામાં આવશે.
વડાપ્રધાન એનું ઉદઘાટન કરશે તથા પ્રારંભિક સત્રનું અધ્યક્ષપદ નાણાપ્રધાન સંભાળશે. વૈન્કૈયા નાયડુ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન, રાજીવ પ્રતાપ રૂડી, અનંતકુમાર, જે.પી. નડ્ડા, નીતિ આયોગના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અમિતાભ કાંત તથા અન્ય એક મહાનુભાવોએ કાર્યક્રમાં હાજરી આપવાનું સ્વીકાર્યુ હોવાનું સ્મૃતિ ઈરાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.
તેમણે પરિષદ વિશે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ આસામ, આંધ્ર પ્રદેશ અને ઝારખંડ એમાં સહયોગી બનવાના છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર પણ ઉપસ્થિત રહેવાના છે.
ભારતમાં ટેકસટાઈલ્સ ઉદ્યોગ સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક બની શકે છે તથા એમાં મોટા પાયે રોજગાર નિર્માણની તક છે. ભારત આ જ સંભાવનાનો ઉપયોગ ટેકસટાઈલ્સ ઈન્ડિયા દ્વારા કરવા માગે છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાંથી માલ પ્રાપ્ત કરી શકાય છે. વળી રોકાણ કરવા માટેનું પણ એ કેન્દ્ર છે અને ટેકિનકલ ટેકસટાઈલ્સ અને હાથકાંતણ ક્ષેત્રે તે ભરપૂર વૃધ્ધિની સંભાવના ધરાવે છે એ બધી બાબતોની આ પરિષદમાં ચર્ચા કરવામાં આવશે. કુદરતી રેસાઓનો કેવી રીતે સારામાં સારો અને વિવિધતાપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય છે, ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં મૂલ્યસર્જન માટે કૌશલની કયાં-કયાં જરૂર છે તથા માનવનિર્મિત રેસાની બાબતે ભારતમાં વિકાસની સંભાવના છે એ બાબતોની પણ ચર્ચા કરવામાં આવશે.
આ પરિષદમાં આશરે ૨૫૦૦ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ૧૦૦૦થી વધુ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ઓકિઝબિટરો એમાં ભાગ લે એવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *