વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી કેશુભાઈ પટેલની અધ્યક્ષપદે વરણી

????????????????????????????????????

પ્રભાસપાટણ મુકામે સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ ટ્રસ્ટીઓ કેશુભાઈ પટેલ, અધ્યક્ષ નરેન્ભાઈ મોદી, વડાપ્રધાન એલ.કે. અડવાણીજી, અમિતભાઈ શાહ, જે.ડી. પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન, નિવેટીયા ઉપસ્થિત રહયા હતા. ટ્રસ્ટીઓ ારા અગાઉના નિર્ણયોની અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્ટના નાણાંકીય બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ભારતનાં  દક્ષિણ, પુર્વ અને ઉતરના રાજયોમાંથી આવવા ઇચ્છતા ભાવિકો માટે વિવિધ સગવડો કરી તેમજ દેશના મહત્વના શહેરોમાં સોમનાથ મહોત્સવનું આયોજન કરીને પ્રથમ જયોતિર્લિંગ દર્શન શિવભક્તોની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા કરવી, પ૧ શક્તિપીઠોમાંથી વિલુપ્ત થયેલ પ્રભાસ પાટણમાં ચંદ્રભાગા શક્તિપીઠનું નિર્માણ કરી શક્તિ સંપ્રદાયના લોકો માાટે આધુનિક પદ્ઘતિથી ઉજાગર કરી શક્તિ ભક્તોને અનન્ય ભાવના થાય તે રીતે શક્તિપીઠની પુન: સ્થાપના કરવી તેમ નકકી થયું હતું.

વર્ષ ર૦૧૭ માટે કેશુભાઈ પટેલની અધ્યક્ષ તરીકે વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. મંદિરના શિલ્પકામ, રંગ કામ અને રોશની અંગે થયેલ કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવયો હતો. પુર્વે ટ્રસ્ટી વિનોદ નિવેટીયાની સ્મૃતિ માટે અંબુજા સીમેન્ટ કંપની તરફથી રૂા.પ કરોડના દાનની દરખાસ્ત કરવામાં આવી હતી અને તેમાંથી એક કલા સંસ્કૃતિનું કેન્ નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

ભારત સરકરની પ્રસાદ યોજના હેઠળ અતિ આધુનિક સવલતોવાળુ પાર્કીંગ, યાત્રાળુઓ માટે સ્વાગત કેન્, ઘનકચરાના નિકાલની વ્યવસ્થાનો પ્રોજેકટ મંજુર થયાની નોંધ લેવામાં આવી હતી.

દિરયાકાંઠે ધોવાણ અટકાવવાના હેતુથી રીટેનીંગ વોલ અને સી ફેસીંગ વોક-વેના નિર્માણની યોજનાની પર્યાવરણની મંજુરી મેળવી, પ્રસાદ યોજના હેઠળ તેનું નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં વડાપ્રધાને સોમનાથ મંદિરની ભક્તિભાવ પુર્વક પૂજા-અર્ચના-આરતી કરી મંદિર સંકુલની મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *