વડાપ્રધાનના પત્નીની કારને નડ્યો અકસ્માત રાજસ્થાનમાં કાર દુર્ઘટનામાં જશોદાબેનનો ચમત્કારીક બચાવ

l4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીને આજે રાજસ્થાનના ચિતોડગઢ નજીક એક કાર અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી પણ જશોદાબેનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત અત્યંત ભીષણ હતો અને કારને ભારે નુકશાન થયું હતું પણ જશોદાબેનનો ચમત્કારીક બચાવ થયો હતો. તેઓ રાજસ્થાનના અટરૂ ગામમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા અને આજે સવારે ઈનોવા કારથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા તેમની સાથે કારમાં બે સંબંધીઓ હતા. આ દુર્ઘટના ચીતોડગઢ જીલ્લાના કોટા હાઈવે પર થઈ હતી. ફોરલેન હાઈવે પર તેમની કારને એક વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પહોંચેલા લોકોનું કહેવું હતું. પરંતુ પોલીસે હજું દુર્ઘટનાના કારણ અંગે કોઈ ફોડ પાડયો નથી. સ્થાનિક જીલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જશોદાબેનને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને મેડીકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. અન્ય બે ને ગંભીર ઈજા થઈ હતી. જેઓને ઉદયપુર હોસ્પીટલમાં રીફર કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જશોદાબેનને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *