વટવાના મકાન અને પિકઅપવાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ પકડાયા

શહેરના વટવા વિસ્તારમાં પોલીસે બોાલરો પિકઅપવાન અને મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પાંચને પકડી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂની બાતમીના આધારે વટવાના ચૈતન્ય ટેનામેન્ટ વિભાગ-૧ના મકાનમાં છાપો માર્યો હતો જો કે, પોલીસને જોઈને બોલેરો પિકઅપવાનના ચાલકે તેનું બોલેરો પિકઅપવાન ભગાવી હતી તેથી પોલીસે તેનો પીછો કરીને આ પીકઅપ વાનને તીર્થભૂમી સેાસાયટી સામેથી પકડી પાડી હતી.
પોલીસે વાનમાં પ્લાસ્ટીકની ચમચીઓ ભરેલાં કોથળામાં નીચેથી વિદેશી દારૂની પેટીઓ કબજે કરી હતી તેમજ ચૈતન્ય ટેનામેન્ટના મકાનમાંથી પણ દારૂની પેટીઓ કબજે કરી હતી કુલ રૂા.૩,૫૦,૦૦૦ની કિંમતની દારૂની બોટલો ભરેલી ૭૩ પેટીઓ પોલીસે કબજે કરી મકાન માલિક સૌરભ હસમુખભાઈ વસાવડા (ઉ.વ.૩૩) સહિત પાંચને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સાત મોબાઈલ ફોન અને વાન કબજે કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનનો બુટલેગર આપી જતો હોવાનું ખુલવા પામ્યું હતું પકડાયેલા સૌરભ વસાવડા, છોટેલાલ કામલખાન, સંજય ઉર્ફે સોનુ અગાઉ સારૂની હેરાફેરીની પ્રવૃત્તિમાં પોલીસના હાથે પકડાયેલા છે. તેમજ લાંબા સમયથી હેરાફેરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *