વટવાના પાંચ ફલેટનાં તાળાં તૂટયા તસ્કરોનો મહિલા પર હુમલો

શહેરના વટવા વિસ્તારના શકિત ગાર્ડનિયા એપાર્ટમેન્ટમાં પાંચ ફલેટમાં તસ્કરો ત્રાટકયા હતાં તેમજ એક જાગી ગયેલી મહિલા ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના વટવા વિસ્તારના શકિત ગાર્ડનિયા એપાર્ટમેન્ટમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતાં. તેઓએ ત્યાંના પાંચ ફલેટના તાળાં તોડ્યા હતા.
જો કે, એક ફલેટમાં રહેતા રીતાબહેન શર્મા જાગી જતા અને અજુગતું થઈ રહ્યું હોવાની શંકા જતા તેઓ તપાસ કરવા ગયા હતા ત્યારે ત્રણ તસ્કરો તાળુ તોડવા જતાં તેમણે પડકારતા તસ્કરો તેમની ઉપર હુમલો કરી નાસી છૂટયા હતાં.
દરમ્યાનમાં બૂમાબૂમ થઈ જતાં રહીશો દોડી આવ્યા હતા અને તપાસ કરતા એક ફલેટમાંથી રૂા.૧,૩૪,૦૦૦ની મત્તાની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવતા પોલીસને જાણ કરાઈ હતી.
વટવા પીઆઈ સરવૈયા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં અને તપાસ શરૂ કરી હતી તેઓના જણાવ્યા અનુસાર પાંચ ફલેટના તાળાં તસ્કરોએ તોડયા હતા પરંતુ એક જ ફલેટમાં ચોરી થઈ હતી ત્યાં સીસી ટીવી કેમેરા પણ નથી.
વોચમેનો ફલેટના મુખ્ય દરવાજા આગળ હતા તસ્કરો પાછળના ભાગેથી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા હતા રજનીશ પરમહંસ રાયે આ બાબતે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમની તિજોરીમાંથી કંકુ ઢોળાતા તસ્કરોના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતાં પોલીસે ડોગ સ્કવોડ અને ફીંગર પ્રિન્ટ બ્યુરોની મદદથી તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *