લોકસભામાં સ્મૃતિએ આક્રમક જવાબ આપ્યો કર્તવ્યોનું પાલન કર્યું છે, માફી માંગવાનો પ્રશ્ર્ન નથી : સ્મૃતિ

ss

રોહિત વેમુલા આત્મહત્યા મામલામાં લોકસભામાં ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આજે કહ્યું હતું કે, હૈદરાબાદ યુનિવર્સિટીમાં જે કંઇ પણ થયું તે મામલે કર્તવ્યનું પાલન કર્યું છે અને આ મામલે તેઓ માફી માંગશે નહીં. આ ગાળા દરમિયાન કોંગ્રેસ, ડાબેરી અને તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. વિપક્ષનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, તેમનું નામ સ્મૃતિ ઇરાની છે. હું આપને પડકાર ફેંકુ છું કે, મારી જાતિ બતાવવામાં આવે. ફાંસી ઉપર ચઢાવવામાં આવે. અમેઢીમાંથી ચૂંટણી લડ્યા બાદ આના પરિણામ અમને મળી રહૃાા છે. બિનજરૂરી જવાબ માંગવામાં આવી રહૃાા છે. અનેક વખત ભલામણ કરીને પ્રવેશ આપવાની વાત કરવામાં આવી હતી. વેમુલા આત્મહત્યા માલમામાં તથા જેએનયુ મામલામાં આજે આક્ષેપબાજીનો દોર જોરદારરીતે ચાલ્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ હનુમંત રાવે પત્ર લખીને કહ્યું હતું કે, હૈદરાબાદ યુનિવર્સિટીમાં હાલત કાબૂમાં રાખવાની જરૂર છે. તેમની પાસે ફરિયાદ આવી તે વખતે તેઓએ ફરિયાદ કરનાર કોણ છે તેની જાતિ શું છે, ધર્મ શું છે તેમાં ધ્યાન આપ્યું ન હતું અને તરત કાર્યવાહી કરી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, જે લોકો એમ કહે છે કે, તેઓ સરકારના મંત્રીઓના પત્રોના જવાબ આપતા નથી તેમને બતાવી દેવા માંગે છે કે પોતાના નાનકડા ગાળામાં ૬૦૦૦૦થી વધારે પત્રોના જવાબો આપ્યા છે. સ્મૃતિએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢી હતી. તીવ્ર ટિકા ટિપ્પણીનો દોર જારી રહ્યો હતો. આ ગાળા દરમિાયન સ્મૃતિએ અસાસુદ્દીન ઓવેસી ઉપર પણ પ્રહારો કર્યા હતા. રોહિતના મુદ્દે વોટબેંકની રાજનીતિ રમાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *