લોકસભામાં બિલ રજૂ કરવા મોદી સરકાર તૈયાર રાષ્ટ્રીય પછાત પંચને બંધારણીય દરજ્જો આપવા ફરીવાર બિલ

loksabha

રાષ્ટ્રીય પછાત પંચને બંધારણીય દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકાર ફરી એકવાર લોકસભામાં બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. ગયા સંસદ સત્રમાં આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું.  સરકારના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, અન્ય પછાત વર્ગના તમામ સમુદાયની માંગણી ધ્યાનમાં લઇને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચની જેમ જ ઓબીસી પંચને પણ બંધારણીય દરજ્જો આપવામાં આવશે. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની રચના ૧૯૯૩માં કરવામાં આવી હતી. હાલમાં તેની પાસે મર્યાદિત અધિકાર છે. આ પંચ પછાત જાતિઓને ઓબીસીની કેન્દ્ર સરકારની યાદીમાં સામેલ કરવા અથવા તો બહાર રાખવાની ભલામણ કરી શકે છે. હાલમાં ઓબીસી સમુદાયની ફરિયાદોના નિરાકરણ માટે તથા તેમના હિતોની સુરક્ષા માટે અનુસૂચિત જાતિ પંચથી જ કામ કરવામાં આવે છે. બંધારણીય દરજ્જો મળી ગયા બાદ ઓબીસી પંચને ફાયદો થશે.  ઓબીસી પંચને બંધારણીય દરજ્જો મળી ગયા બાદ તેના હેઠળ પછાત જાતિઓની સમસ્યાઓને ઝડપથી ઉકેલી શકાશે. આ બિલ પસાર થઇ ગયા બાદ પછાત પંચ ઓબીસી યાદીમાં રહેલી જાતિઓની સમસ્યાને સાંભળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *