લીલીછમ વનરાજી અને ચૈતન્યમય પરમાણુ ધરાવતા ઓસમ ડુંગર પર આવેલ શ્રી ઢંકગિરી તીર્થ

r1

સાધના તપસ્યા અનુમોદના અને ઉર્જાક્ષેત્ર એટલે અતિ પ્રાચીન તીર્થ શ્રી ઢંકગિરી તીર્થ. આ તીર્થ એ શેત્રુંજય મહાતીર્થની ટુંક છે અને ગિરનાર તીર્થનો એક અંશ જ છે ગુરૂવર્યા સાઘ્વીરત્ના પૂ.શ્રી. ચારૂવ્રતા શ્રીજી નિમીત બની આ તીર્થના નવનિર્માણના શ્રી ગણેશ કર્યા. પોતાના શ્રઘ્ધા ભકિત, સંયમ અને તપ દ્વારા તથા જિનશાસનની શકિતથી કાર્યને આગળ વધારનાર પૂ.ગુરૂ વર્યા દેવગુરૂકૃપા અને તીર્થકરોની પ્રેરણાથી આ શકય બન્યુ છે એવું વિનમ્રપૂર્વક જણાવે છે.
ઓસમ ડુંગર પર બિરાજમાન આ તીર્થક્ષેત્રની યાત્રા કરીએ.
“ૐ સમ (ઓસમ) એટલે ૐ પરમાત્માનું સાકાર સ્વરૂપ આમ તો નિરાકાર બ્રહ્મતત્વનું નામ સ્વરૂપ છે. અને નામ લેતી વખતે નાભિ કેન્દ્રમાંથી અવાજ આવે છે અને શરીરના અણુ-પરમાણુને ટચ કરે છે અને માનસિક/શારિરીક શાતા મળે છે તે ૐ સત્વ છે.
ૐ શબ્દની વ્યાકરણ સંધિ છુટી પાડો તો આવુ કાંઇક બને. અ.ઉ.મ. વૈદિક પ્રમાણે આસ્થા કરીયે તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રીદેવ અને ત્રણદેવિઓ મહાસરસ્વતી-મહાલક્ષ્મી-મહાકાલીનું સ્મરણ થાય છે.
ભૌગોલીક દ્રષ્ટિએ જો નિરખવામાં આવે તો ૐ શબ્દ જેવી રીતે લખાય છે તેવો પહાડનો આકાર છે આવુ સ્પષ્ટ દેખાઇ આવે છે. પરંતુ આ માટે શાંત-સૌમ્ય-સામ્યક-દ્રષ્ટિ અને મન હોવુ જરૂરી છે. ૐ એ આદ્યય પુરૂષ છે. આથી શાસ્ત્રમાં કીધુ છે કે ૐ કારનું એકિચિત્તે ઘ્યાન ધરવામાં આવે તો સાધક ૐની સાધના કરતા-કરતા યોગી બની જાય. દરેક ક્ષેત્રમાં કુશળ થાય, મોક્ષપદ પામી જાય. માટે ૐ કારને “નમોનમ: “ૐ નમો નમ: મંત્ર સમાન ગણવામાં આવે છે.
ૐસમ એટલે કે ઓસમ પહાડ ઉપર એકસોહ સહસ્ત્ર-વનસ્પતી-ઔષધી-જડીબુટ્ટી જોવામાં આવે છે. ઘણી ઔષધીઓ દુનિયાના કોઇ જંગલ-પહાડ ઉપર નથી તે ઓસમ પહાડ ઉપર પ્રાપ્ત છે. ઉગે છે.
ઘણા ઝરણા-નદી-ધોધ-ટપકતા પાણીનો સ્ત્રોત-નદી-તળાવો-કુદરતી વનરાઇ જંગલો એટલા વિશાળ છે કે હજુ સુધી આ બાબતે સરકારી સર્ચ થયુ નથી. પશુ પંખીઓ જે ઓસમ ઉપર જોવામાં આવે છે તે અન્ય ભારત પ્રાન્તના જંગલો-પહાડોમાં કયાય નથી.
વિશ્ર્વની સૌથી કિંમતી ખનીજ-કોલસો-મેગેનીઝ-હીરા-મોતી-ચાંદી-સોનુ-અબરખ-વિપુલ પ્રમાણમાં છે.
ચારૂવ્રતા શ્રીજી મ.સા. કરીને વિશ્ર્વનું પ્રથમ શ્રીશાંતિ સ્નાત્ર મય જિનાલય વિશ્ર્વનું પ્રથમ “શ્રી સિઘ્ધચક્ર યંત્ર મય જિનાલય ઓસમ પહાડની ગોદમા/તળેટીમાં બનાવી ઇતિહાસ રચી દીધો. તેમજ પહાડની તળેટીમાં ભગવાન આદિનાથ દાદાનું ભવ્ય જાજરમાન શિખરબંધ જિનાલય રચના કરી ઇ.સ. ૬૦૫ના સમયમાં જે પાત્રીસ જિનાલયો ઓસમ પહાડ ઉપર અસ્તિત્વમાં હતા. જેનો ધ્વંસ બાદશાહે સને ૧૨૫૦ આસપાસ કર્યા. (૧) નેમિનાથ ભગવાનની પ્રતીમાજી ખોદકામ કરતા નિકળ્યા તે ગીરનારજીની પહેલી ટુંકમાં રત્નાકર શેઠના સમયમાં છરી પાલક સંઘ કાઢી સ્થાપિત કરવામાં આવ્યા (ર) આવી રીતે ભગવાન પાશ્ર્વનાથ ફણાની પ્રતીમાજી ધોરાજી દેરાસરમાં સ્થાપિત કરવામાં આવ્યા. (૪) માણીભદ્રદેવની પ્રતીમાજી નિકળ્યા તે ધોરાજી દેરાસરમાં સ્થાપિત કર્યા.
ઓસમ પહાડ જોવા લાયક સ્થળો અનુક્રમે સિમંધર સ્વામિ મંદિર, કાંતીબાપાનું આસ્થામય મંદિર, અષ્ટભૈરવ, ટપકેશ્ર્વર મહાદેવ માત્રી માતા મંદિર, વરદપીર હનુમાનજી, ગૌમુખી કુંડ, ભીમનાથ મંદિર, સંતવીરડો, પંચ કોરીયુ તળાવ, ભીમકુંડ, ખોડલમાં દેવસ્થાન, શ્યામ/નર્મદાપુરી, સમાધિ સ્થાન, દેડકીયુ તળાવ, માતાજીનું તળાવ, પાંડવગુફા, રા-ટીંબા, કાંચલીયો, વીરડો, ટપકેશ્ર્વર ગુફા, ધર્મેશ્ર્વર મહાદેવ, ભીમની થાલી, હેડંબન, હેડંબાનો હિંચકો વિગેરે ઘણુ બધુ છે. ફરી કયારેક આ બધા સ્થળો વિશે વાત કરીશું.
ભારત સરકાર તરફથી ઓસમ પહાડને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યુ છે. તે પ્રશંસનીય બાબત છે.
-ડો.ચંદુલાલ નિર્મલ યોગગુરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *