લીંબડી હાઈવે ઉપરની દુર્ઘટના ઈનોવા પલટી ખાઈ જતાં ત્રણના મોત

અમદાવાદ-લીંબડી હાઈવે ઉપર ઈનોવો કાર પલટી ખાઈ જતા ત્રણનાં મોત નીપજ્યા હતાં જ્યારે ત્રણને ઈજા થવા પામી હતી.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર હૈદરાબાદનો પટેલ પરિવાર સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ વીરપુર ખાતેના જલારામ બાપાના દર્શન કરવા અમદાવાદથી ઈનોવા કાર લઈને નીકળ્યો હતો. જો કે, સાંજે લીંબડી હાઈવે ઉપરના કાનપરા પાટિયા પાસે કારનું ટાયર નીકળી જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણને ૧૦૮ દ્વારા લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
મૃતકોમાં લલીતભાઈ પટેલ (ઉ.વ.૩૪), દીપાલીબેન પટેલ (ઉ.વ.૨૮) અને કિર્તીબેન પટેલ (ઉ.વ.૩૭)નો સમાવેશ થાય છે જ્યારે રાજશેખરભાઈ ઉ.વ.૩૩) કિરણભાઈ (ઉ.વ.૩૫) અને મુસ્કાનબેન (ઉ.વ.૩૪)ને ઈજા થવા પામી હતી. અકસ્માતની જાણ થતા પાણશીણા પીએસઆઈ સાગઠિયા સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને અકસ્માત બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *