લારા દત્તા ટીવી શોમાં જજની ભૂમિકા નીભાવશે

lara-dutta

લારા દત્તા અભિનય શકિત સાથે મિલેનિયલ્સ માટે તેણે સ્થાપિત કેાં રિલેશનશિપ ગોલ્સ માટે પણ ઘેર ઘેર ચર્ચાતું નામ છે. આ વખતે તે ઝટ પર આગામી ડાન્સ રિયાલિટી શો ‘હાઈ ફીવર… ડાન્સ કા નયા તેવર’ પર જજ તરીકે ફરી એકવાર ચાહકોને આશ્ર્ચર્યમાં મૂકશે.સૂત્રોએ જણાવ્યું હતું કે, શો ડાન્સિંગ પડકાર ઝીલવા માગનારી રાષ્ટ્રભરની જોડીઓ માટે મંચ આપશે અને તેમના સંબંધોની ગતિશીલતા તેઓ સિદ્ધ કરશે. આ વળાંક સાથે શો વિવિધ વયજૂથોમાં તેમના સંબંધોને આધારે ડાન્સિંગ જોડીઓની શકિતની ખોજ કરશે. માતા, પુત્રી, પત્ની, શિક્ષક- વિદ્યાર્થી વગેરે જેવી જોડીઓ આ શોનો હિસ્સો બનશે.લારા દત્તા કહે છે. હાઈ ફીવરની મને ઓફર આવી ત્યારે શોની સંકલ્પના સાથે મને જોડાણ છે એવું મહેસૂસ થયું. યુવા ચેનલ તરીકે ઝટ બહુ મહત્વાકાંક્ષી છે અને મને તેમની આ સંકલ્પના ગમી છે. હું શોમાં ભાગ લેનારી સ્પર્ધક જોડીઓના સંબંધોની સુંદરતા અને તેવર જોવા ઉત્સુક છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *