લાખણી તાલુકાના લીમ્બાઉ ખાતે મફત રોગ નિદાન કેમ્પ યોજાશે

‘સેવા પરમો ધર્મના સૂત્રને લઈને કામ કરતી શ્રી સનાતન સાર્વજનિક ટ્રસ્ટ નામની સેવાભાવિ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સમયાંતરે કરવામાં આવી રહી છે. તાજેતરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રોડ પર સ્ાૂતા અને જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરેલ અને હવે ગામડાઓમાં વસવાટ કરતા અભણ અને ગરીબ લોકો જેઓ ૨ ટાઇમ ભોજન માટે પોતાના શરીરની ચિંતા કર્યા વગર સતત મજૂરી કર્યા કરે છે અને નાની-મોટી બીમારીને અવગણીને ગામડાઓમાં મળતી હાઈ ડોઝની ગોળીઓ ગળ્યા કરતા હોવાથી અત્યારે ગામડાઓમાં તંદુરસ્ત હવા, પાણી અને ખોરાક મળતો હોવા છતાં ભયંકર રોગોનું પ્રમાણ વધ્યુ છે. જેનું કારણ નાના રોગને નજર-અંદાજ કરી યોગ્ય અને પૂરતી સારવાર ન કરાવવી તેમજ નિષ્ણાત તબીબોની સલાહ અને સૂચનો ન મળવા ત્યારે આ સેવાભાવી સંસ્થા દ્વારા લાખણી તાલુકાના લીંબાઉ ખાતે નિષ્ણાંત તબીબોની સહાયતાથી મફત રોગ નિદાન કેમ્પ આગામી તારીખ ૦૫-૦૩-૨૦૧૭ને રવિવારના દિવસે જુના પ્રાથમિક શાળાના મકાનમાં રાખેલ છે. જેમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો હાજર રહી રોગની તપાસ કરશે તેમજ જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *