લવ જેહાદના ૯૦ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ

love-jihad

કેરળ સરકાર ભલે લવ જેહાદના મામલાને લઇને એનઆઈએ દ્વારા તપાસનો વિરોધ કરી રહી છે પરંતુ તાજેતરમાં જ કેરળમાં એવા ૯૦ મામલાઓની લિસ્ટ તૈયાર થઇ ચુકી છે જેમાં ફરજ પાડીને મહિલાઓના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને સોંપવામાં આવનાર આ મામલામાં સંબંધ અને લગ્નના મામલા પણ સામેલ છે. આ મામલાને એનઆઈએને લવ જેહાદ સાથે જોડાયેલા મામલાની તપાસના અર્થે સોંપવામાં આવ્યા છે. એનઆઈએ દ્વારા પોતાની તપાસને આગળ વધારીને હવે પલઅક્કડની અથીરા અને બેકલની અથીરા નામની હિન્દૃુ યુવત્ીઓની  પુછપરછ પણ કરી છે. આ બંને યુવતીઓને પુછપરછ માટે બોલાવવા માટે કેટલાક કારણો રહેલા છે. મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરવા માટે કોઇ પ્રકારની લાલચ આપીને તેમને ઇસ્લામ ધર્મ અપનાવી લેવા માટે કહેવામાં આવ્યું હતું કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ભારતમાં કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને તેના રાજકીય ચહેરા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના આ બંને યુવકોના આ બંને યુવતીઓ સાથે સંબંધ ઉપરાંત અન્ય યુવતી અખીલા અશોકનને પણ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ગેરકાયદે ગતિવિધિ ધારા હેઠળ પીએફઆઈ ઉપર પ્રતિબંધ મુકવા માટે વિચારણા ચાલી રહી છે. અલબત્ત તેના ઉપર અંતિમ નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યો નથી. કેરળમાં એનઆઈએની તપાસ માટે લવ જેહાદના ૯૦ મામલા સપાટી ઉપર આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. એનઆઈએ દ્વારા હવે ઉંડી તપાસ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *