લખનૌમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આગ:૬ના મોત

hospital-fire3.jpg.image.784.410

ઉત્તરપ્રદેશ કિંગ જયોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ) ના  ટ્રામા સેન્ટરમાં આગ લાગતા છ લોકોના મોત નિપજયા હતાં જયારે મુખ્યમંત્રીએ  આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે અને ત્રણ દિવસમાં રિપોર્ટ રજુ કરવા માટે જણાવ્યું હતું.  મુખ્યમંત્રીએ આ ઘટના પર દુખ વ્યકત કર્યું  છે. આ દુર્ઘટનામાં ધાયલ લોકોની સારવાર મળવામાં  વિલંબને કારણે છ લોકના મોત નિપજયા હતાં હતાં. મુખ્યમંત્રી  યોગીએ આજે ટ્રામા સેન્ટરનો પ્રવાસ કર્યો હતો.

મુખ્મયંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના માટે દોષિત વ્યક્તિઓની જવાબદારી નિર્ધારીત કરવામાં આવશે તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં થાય નહીં તેના માટે પગલા ઉઠાવવામાં આવશે.તેમમે જણાવ્યું હતું કે સ્થિતિને સામાન્ય  કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી સુનિશ્ર્ચિત કરવામાં આવશે મુખ્યમંત્રીએ અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ દર્દિઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *