લખનૌની ‘મધર’: ૮૦૦ દીકરીઓની માતા !

girls

લખનઉં: લખનઉંમાં રહેતા ૮૦ વર્ષના ડો.સરોજિની અગ્રવાલની દીકરી મનીષા આજથી ચાલીસ વર્ષ પહેલાં એક માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામી હતી. ત્યારપછી આઠ વર્ષ સુધી તેઓ આ દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવી શકયત નહોતા પરંતુ એ પછી તેમણે પોતાની આસપાસ નજર ફેરવી તો તેમને લાગ્યું કે એવી કેટલીયે અનાથ દીકરીઓ છે, જેમને માતાનાં પ્રેમ અને હુંફની જરૂર છે. સરોજિનીબહેન પોતે લેખિકા છે અને તેમનાં સર્જનની રોયલ્ટી, પોતાની જીવનભરની કમાણી ખર્ચી નાખીને તેમણે પોતાના ત્રણ બેડરૂમના ઘરને પોતાની સદ્દગત દીકરીની યાદમાં મનીષા મંદિર બનાવી નાખ્યું. ૧૯૮પમાં સૌપ્રથમ વખત સરોજિની અને તેમના પતિ વી.સી.અગ્રવાલ બોલી-સાંભળી ન શકતી એક અનાથ દીકરીને પોતાને ત્યાં લાવેલાં. એ પછી તરત જ અકસ્માતમાં માતા-પિતા ગુમાવી ચુકેલી અન્ય બે દીકરીઓને પણ તેઓ પોતાને ત્યાં લાવેલાં. એ પછી તો રસ્તે રઝળતી અનાથ દીકરીઓથી લઇને વેશ્યાગૃહમાં ધકેલાયેલી નાની છોકરીઓને પણ તેમણે બચાવીને પોતાને ત્યાં ઉછેરી છે. એક તબક્કે વણજોઇતી દીકરીઓને મુકી જવા માટે તેમણે પોતાના ઘરની બહાર ઘોડિયું પણ રાખેલું. તેમને ત્યાં તમામ સવલતો સાથે ભણીગણીને મોટી થયેલી દીકરીઓની સંખ્યા આજે ૮૦૦ પર પહોંચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *