લકઝરી બસમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

ચૂંટણીને પગલે વિદેશી દારૂની હેરાફેરી વધી છે જેથી સઘન ચેકિંગ પોલીસે હાથ ધર્યું છે. તેમાં મોડાસા રૂરલ પોલીસે રાત્રીના સમયે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસનું ચેકિંગ હાથ ધરતા વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી રૂા.૩૮,૫૦૦/-નો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલો મળી કુલ ૧ર૩ બોટલોનો જથ્થો ઝડપી પોલીસે કબજે લીધો હતો. હવે બુટલેગરોએ કાર અને ટ્રક વાહનને બદલે બસો દ્વારા વિદેશી શરાબ ઘુસાડવામાં આ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. આમાં આરોપી વિરૂદ્ધ પ્રોહી.એક્ટનો ગુનો નોંધ્યો છે.

ગઢડા ગામ પાસેથી લકઝરી બસમાં લવાતો વિદેશી દારૂ રૂા.૩૮,૫૦૦/- કિંમતનો ઝડપી વાહન સહિત રૂા.૧૦.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કબજે લીધો હતો. લકઝરી બસ નં. આર.જે.૧ર.પી.એ.-ર૭૮૬માંથી દારૂ સાથે આરોપી લલીત મોહન, વિજય લાલાજી ડાયમા રહે. વાડાપુનેલી, જિ. ઉદેપુર, રાજસ્થાન, લક્ષ્મણ રામલાલ મેધવાલ રહે. દાસકા ગુંડા, જિ પ્રતાપગઢ અને કેસરીસિંહ ધુળિંસહ રાઠોડ રહે. ટોકર, જિ.ઉદેપુર, રાજસ્થાનની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *