ર૭, માર્ચ-ર૦૧૮ના રોજ ચૂંટણી મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીના ઢોલ ઢબુકતા ભારે ધમધમાટ

અરવલ્લી જિલ્લાની અગ્રીમ સહકારી સંસ્થા ધી ખેત ઉત્પન્નબજાર સમિતિ (માર્કેટ યાર્ડ) મોડાસાની ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ૭ વર્ષની લાંબી ઈિંનગ બાદ આખરે મોડાસા માર્કેટ યાર્ડના ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે. માર્કેટયાર્ડ મોડાસાની ચૂંટણીનું જાહેરાનામુ નવા વર્ષના પ્રથમ દિવસ તા.૧લી જાન્યુ., ર૦૧૮ના દિને પ્રસિદ્ધ કરાતા જ સહકારી ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ન્ાૂતન વર્ષના પ્રારંભે માર્કેટયાર્ડ ચૂંટણીની જાહેરાત થતા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો.

માર્કેટયાર્ડ મોડાસાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ ખેડૂત વિભાગની ૮ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક અને ખરીદ વેચાણ સહકારી સંઘ વિભાગની ૧ બેઠક માટે તા.ર૭મી માર્ચ-ર૦૧૮ના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ આજ તા.૧લી જાન્યુઆરીથી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે અને તા.૧૩મી માર્ચથી ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની શરૂઆત થશે અને ચૂંટણી તા.ર૭મી માર્ચના દિવસે મોડાસા માર્કેટયાર્ડ તથા ટીંટોઈ સબયાર્ડ ખાતે યોજાશે. ટૂંક સમયમાં મતદાર યાદી તૈયાર થશે પરંતુ મોડાસા નગરપાલિકાના બોગસ ગુમાસ્તા પરવાના આધારે બોગસ મતદાર થવાના કૌભાંડ ઉપર કોઈ જ કાર્યવાહી ન થતાં અચરજ થયું છે. એટલે તેના ઉપર પડદો પડી ગયેલો જણાય છે. સહકારી માળખાની માર્કેટયાર્ડ મોડાસાની ચૂંટણીનો જંગ વિધાનસભાની જેમ જામશે અને રૂપિયાની રેલમછેલની સાથે શામ, દામ અને દૃંડ અજમાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *