ર૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને નજરકેદમાંથી મુક્ત હાફિઝ સઇદની ધરપકડ કરી પાક કાનૂની પગલા ભરે:યુએસ

hafiz-lahore_story-647_112417055047

ગઈકાલે પાકિસ્તાની અદાલતે મુકત કરેલ આતંકી સંગઠન જમાત ઉદ દાવાના સ્થાપક અને ૨૦૦૮ના મુંબઈ પરના ત્રાસવાદી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની ધરપકડ કરવા અમેરિકાએ પાકિસ્તાનને અનુરોધ કર્યો છે. વોશિંગ્ટનમાં અમેરિકાના એક અધિકારીએ આજે જણાવ્યું હતું કે, અમેરિકાને મુંબઈમાં ૨૦૦૮ના લોહિયાળ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ પાકિસ્તાની કટ્ટરપંથી ઈસ્લામાવાદી હાફિઝ સઈદની નજર કેદમાંથી મુકિત વિષે ગંભીર ચિંતા થઈ છે.
સઈદ જાન્યુઆરીથી નજર કેદમાં હતા તેમને મુકત કરવા પાકિસ્તાનની એક અદાલતે આદેશ કર્યો હતો અને તેમણે લાહોરમાં એક મસ્જિદમાં આજે ઉશ્કેરણીજનક પ્રવચન કર્યું હતું.
અમેરિકાના વિદેશ વિભાગના મહિલા પ્રવકતા હીથર નૌએર્ટે જણાવ્યું હતું કે, સઈદના સંગઠન જમાત ઉદ દાવા અમેરિકાના નાગરિકો સહિત સેંકડો નાગરિકોના મૃત્યુ માટે જવાબદાર પાકિસ્તાની સરકારે ખાતરી કરવી જોઈએ કે હાફિઝ સઈદની ધરપકડ થાય અને તેના ગુનાઓ માટે કાર્યવાહી થવી જોઈએ.
સઈદ લાહોરમાં મુકત રીતે જીવે છે અને રેલીઓને પાકિસ્તાનભરમાં રેલીઓને સંબોધે છે. મુખ્ય હુમલાઓ બારામાં તેને પકડવા માટે અમેરિકાએ એક કરોડ ડોલરનું મબલખ ઈનામ જાહેર કરવા છતાં તે મુકત રીતે તેની પ્રવૃત્તિઓ કરે છે.
હાફિઝ સઈદે મુંબઈમાં ૧૦ પાકિસ્તાની ત્રાસવાદીઓના ૨૦૦૮ના હુમલાઓનું કાવતરૂ ઘડયાનો તેની સામે આરોપ છે. તે હુમલામાં ૧૬૬ લોકોના મૃત્યુ થયાહતાં. ૨૬/૧૧/૨૦૦૮ના આ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ થઈ હતી અને તેના આ ગુનાઓ માટે તેની સામે તહોમત મૂકાયું હતું. તેમ અમેરિકાએ આજે જણાવ્યું હતું.
ભારતે જણાવ્યું છે કે, હાફિઝ સઈદ મુકત થયો તે સાબિત કરે છે કે, પાકિસ્તાન, ત્રાસવાદીઓને સજા કરવા વિષે ગંભીર નથી. હાફિઝ સઈદ ગઈકાલે અદાલત દ્વારા મુકત કરાયા પછી તેણે આજે લાહોરમાં એક મસ્જિદમાં ભારત વિરૂધ્ધ ઉશ્કેરણીજનક પ્રવચન આપ્યું હતું.
હાફિઝ સઈદની ધરપકડ તરફ દોરી જાય તેવી માહિતી આપનારને અમેરિકો એક કરોડ ડોલરના ઈનામની વર્ષોથી જાહેરાત કરી છે. તે જમાત-ઉદ- દાવા (જેયુડી)ના વડા તરીકે પાકિસ્તાનમાં મુકત રીતે ફરતો રહ્યો છે. તેેણે તેના સંગઠન જેયુડીને અખાત સંસ્થા તરીકે રજૂ કરેલ છે, પરંતુ તે સંસ્થાને ત્રાસવાદી જૂથ લશ્કર-એ- તાઈબાના બાહ્ય દેખાવ માટેની સંસ્થા તરીકે જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *