ર૫મી મેના દિવસે પેનલ સમક્ષ ઉપસ્થિત નોટ બેન : ઉર્જિત પટેલ ફરી પેનલની સમક્ષ હાજર રહેશે

UrjitPatel05092016

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ ફરીથી ર૫મી મેના દિવસે સસંદીય પેનલની સામે ઉપસ્થિત થનાર છે. નોટબંધીનો નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો અને તેની અસર શું થઈ તે સંદર્ભમાં ઉર્જિત પટેલને પ્રશ્ર્નો કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ ઉર્જિત પટેલ ૧૮મી જાન્યુઆરીના દિવસે સંસદીય પેનલ સમક્ષ ઉપસ્થિત થયા હતા. તે વખતે ઉર્જિત પટેલને કેટલાક પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. હવે ર૫મી મેના દિવસે ફરી પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવનાર છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસઘ દ્વારા નોટબંધીને લઈને કેટલાક પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં નાણા અંગેની સંસદીય સ્થાઈ સમિતિ સમક્ષ જ્યારે તેઓ ઉપસ્થિત થયા ત્યારે ઉર્જિત પટેલ ચોક્કસ પ્રશ્ર્નોના જવાબથી દુર રહૃાા હતા. મનમોહનિંસઘ પોતે આરબીઆઈના ગવર્નર એક વખતે રહી ચુક્યા છે. મનમોહનિંસઘ કહી ચુક્યા છે કે આરબીઆઈ એક  સંસ્થા છે. જેથી તેનું સન્માન થવું જોઈએ. પટેલ સમક્ષ કોઈ આડેધડ પ્રશ્ર્નો મુકવા જોઈએ નહીં. પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરપ્પા મોઈલીના નેતૃત્વમાં આ કમિટીએ જાન્યુઆરી મહિનામાં નાણા મંત્રાલયના અધિકારીઓ, આરબીઆઈના અધિકારીઓને બોલાવ્યા હતા. રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવાના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સભ્ય તરીકે પ્રશ્ર્નોને જોઈને ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે પેનલમાં રહેલા સભ્યો પટેલને સિસ્ટમમાં કેટલા નાણાં પરત આવ્યા તે અંગે પ્રશ્ર્નો કરશે.

બેંક ઓપરેશન ક્યાં સુધીમાં સામાન્ય થઈ જશે તેવા પ્રશ્ર્નો પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *