ર૧૦૦૦ કરોડથી વધુની લેવડદેવડ થઇ હોવાનો ઘટસ્ફોટ નોટબંધી વેળા રજિસ્ટર્ડ વગરની કંપનીઓથી ભારે લેવડદેવડ થઇ

nn

સરકારે નોટબંધીના ગાળા દરમિયાન કેટલીક કંપનીઓ તરફથી બેંકોની સાથે ર૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ અંગે માહિતી હાથ લાગી છે. બિન નોંધાયેલી કંપનીઓના બેંક ખાતામાંથી નોટબંધીના ગાળા દરમિયાન ર૧૦૦૦ કરોડની લેવડદેવડ થઇ હતી. આ કંપનીઓની નોંધણી હવે ખતમ કરી દેવામાં આવી છે. આવી કંપનીઓ ઉપર સકંજો કસવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન જાણળા મળ્યું છે કે, નોટબંધી દરમિયાન ૬ર૩૦૦ કંપનીઓના ૮૮૦૦૦ બેંક ખાતાઓથી લેવડદેવડમાં અભૂતપૂર્વ ઉછાળો થયો હતો. બેંકો તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડામાં આ અંગેની   માહિતી સપાટી ઉપર આવી છે. આ તમામ ખાતા એવી કંપનીઓના છે જેને બે વર્ષથી વધુ સમય સુધી નિષ્ક્રિય રહેવા અથવા તો રેગ્યુલેટરી નિયમો ન પાળવા બદલ રજિસ્ટ્રાર ઓફ કંપનીની યાદીમાંથી દૂર કરી દેવામાં આવી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા હજુ પણ બેંકોથી ૧.૬ લાખ કંપનીઓ પાસેથી વિગતો મળી શકી નથી. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, અમે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસ પાસેથી એવી બેંકોની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે જે બેંકોએ રજિસ્ટ્રાર ઓફ કંપનીની યાદીમાંથી દૂર કરવામાં આવેલી કંપનીઓની લેવડદેવડના સંદર્ભમાં માહિતી આપી નથી. સમગ્ર ચિત્ર એ જ વખતે સપાટી ઉપર આવી શકશે જ્યારે આંકડા મળી શકશે. સરકારે આવી કંપનીઓની સામે આગળની કાર્યવાહી કરવા માટે તેમના ડેટા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ફાઈનાન્સિયલ ઇન્ટેલીજન્સ યુનિટ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાથે વહેંચ્યા છે. સરકારે આ કંપનીઓના ત્રણ લાખથી વધારે ડિરેક્ટરોને ગેરલાયક જાહેર કરી દીધા છે.જે લોકોએ માર્ચ ર૦૧૬માં પુરા થયેલા ત્રણ વર્ષના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ અથવા તો વાર્ષિક રિટર્ન દાખલ કર્યા નથી. આ કંપનીઓ જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે તેમાં કોઇ પ્રવૃત્તિ ચાલતી ન હતી. નોટબંધી બાદ એકાએક તેમની ગતિવિધિ વધી ગઈ હતી. એકાએક મોટી લેવડદેવડ થઇ હોવાના કારણે શંકા ઉભી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *