રેસલર ખલીના હસ્તે એસપી લીગનો શુભારંભ

khali

શહેરમાં આજતી સુપર પ્રિમિયમ લીગ ર૦-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ધ ગ્રેટ ખલી દ્વારા ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. સાંજે ૫ વાગ્યે એસ.જી. હાઈવે સ્થિત એસજીવીપીના કેમ્પસમાં પ્રી-ઓપિંનગ સેરેમની યોજાઈ હતી. સુપર પ્રિમિયમ લીગ ર૦-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૮ ટીમો રહેશે. દર રવિવારે ૧ મેચ રમાશે.

સુપર પ્રિમિયમ લીગના માલિક જગદીશ મોટવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાના તથા ક્રિકેટ રસિકોના આનંદ માટે દર વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અમારી સમગ્ર ટીમ સુપર પ્રિમિયમ લીગની શરૂઆત કરવાથી ખુશ છીએ.

ક્રિકેટ ટીમોમાં રણજીત ટ્રોફીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ૭ વર્ષથી સતત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

સુપર પ્રિમિયમ લીગના ઉદ્ઘાટન પ્રસંગે સુપર પ્રમિયમ લીગના માલિક જગદીશ મોટવાણી, મોહર ખીમાણી, જ્હોની હરિયાણી, સુનિલ રવાતાણી અને આઈપીસીએલ લીગના માલિક પંકજ ધમીજા ઉપસ્થિત રહૃાાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *