રેલવે કર્મીઓને બોનસ તરીકે ૭૮ દિવસનો પગાર ચુકવાશે

railway-top-img

નાણામંત્રી અરુણ જેટલીએ આજે સાફ શબ્દૃોમાં કહ્યું હતું કે, રેલવે કર્મચારીઓની પ્રોડક્ટીવીટી િંલક્ડ બોનસ તરીકે ૭૮ દિવસનો પગાર ચુકવવામાં આવનાર છે. જેટલીએ ઉમેર્યું હતું કે, નોનગેજેટેડ તમામ કર્મચારીઓ માટે બોનસની રકમ ચુકવવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા જેટલીએ કહ્યું હતું કે, કેબિનેટે વર્ષ ર૦૧૬-૧૭ માટે તમામ બિનગેજેટેડ રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસનો પ્રોડક્ટીવીટી િંલક્ડ બોનસ મંજુર કર્યું છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, પ્રવર્તમાન ફોર્મ્યુલા મુજબ પ્રોડક્ટીવીટી િંલક્ડ બોનસ ૭ર દિવસનું હતું. છ વર્ષ અગાઉ ૭૮ દિવસના પગારની પરંપરા હતી જેથી કેબિનેટે ૭૮ દિવસના પ્રોડક્ટીવીટ િંલક્ડ બોનસને મંજુરી આપી છે. મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણયો થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *