રૂા.૮૬ લાખના ખર્ચે પીએચસી સેન્ટરનું આરોગ્ય મંત્રીના હસ્તે ખાતમુર્હૂત

આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળતા શંકરભાઈએ ભાભર તાલુકાના તેતરવા ગામે એક આધુનિક સુવિધા સભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરીને તે માટે રૂા.૮૬ લાખના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે ભૂમિપૂજન કરી ખાતમર્હૂત કર્યું હતું. આજુબાજુના અનેક ગામોને જોડતા રસ્તાને અડીને આ આરોગ્ય કેન્દ્ર અનેક ગામો માટે સુવિધામય બનશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. સાથો સાથ તાલુકાના વડપગ ગામે પણ આવું અદ્યતન આરોગ્ય કેન્દ્ર બનશે તેવું જણાવ્યું હતું. ખાસ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર થાય એટલે ઉચ્ચ ડોક્ટરો, નર્સ સ્ટાફ પૂરતી સંખ્યામાં રહેશે અને તાત્કાલિક સારવારનો લાભ મળી રહેશે. અને આરોગ્ય કેન્દ્રનું કામ એક વર્ષમાં ઝડપી પૂર્ણ કરવામાં આવશે જેની સ્થળ ઉપર જ સૂચના આપવામા આવી હતી. વધુમાં શંકરભાઈએ જણાવેલ કે આઝાદી બાદ ૫૦થી ૬૦ વર્ષ સુધી શાસન કરનારાઓએ આ વિસ્તારને સામાન્ય જરૂરીયાતથી પણ વંચિત રાખ્યા હતા. તાલુકા સ્થળે કોઈ નાની-મોટી સુવિધા ઉપલબ્ધ ન હતી. તાલુકા સેન્ટરોનો રોડ, ખાડા-ટેકરાવાળા કચેરીઓ ભંગાર હાલતમાં, દવાખાનાઓનો અભાવ, શિક્ષણની કોઈ સુવિધા નહીં. આ તમામ સમસ્યાઓ ભાજપ સરકાર દ્વારા દૂર કરી તમામ સમસ્યાનો ઉકેલ વિકાસ રાજ્ય સ્તરેથી વિકાસ હાથ ધરાયો છે.

મંત્રીએ એક ઊંડી દયની વાત કરતાં જણાવેલ કે અહીં ખૂબ સંતોષ થાય છે કે અડધી સદી ૫૦, ૬૦ વર્ષથી પ્રજાજનો માટે કાંઈ ન થયું તે આપણે કરી શક્યા છીએ. ત્યારે ક્ષણિક રીતે પ્રજાના હમદર્દિ બનનારા દૃંભીઓથી ચેતીને ચાલવું જોઈએ. આમ મંત્રી શંકરભાઈએ રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને વિકાસની જે સુવિધા આપી તેની યાદ અપાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવેએ જમાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારને આવા ધારાસભ્ય મળ્યાં છે.

રાજ્યમાં આવા મંત્રી મળ્યાં છે. જિલ્લામાં દૂધ ડેરીના ચેરમેન મળ્યાં છે. સહકારી ક્ષેત્રે સક્ષમ સક્રિય યુવા નેતા મળ્યાં છે ત્યારે તેમને વધુને વધુ મજબૂત બનાવી તેમની શક્તિનો લાભ લેવો જોઈએ.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય ટીમ, વહીવટ અધિકારી, તાલુકાના અધિકારીઓ, સ્થાનિક પીએચસી મેડિકલ ઓફિસર, પ્રાંતઓફિસર સાથે જિલ્લા ભાજપ અગ્રણી ગુમાનસીંહજી, ઉમેદદાનજી, ડો.નરેશભાઈ, સહકારી અગ્રણી હરિલાલ આચાર્ય, જિ.પં. સદસ્ય કુંવરસીંહજી, તાલુકા પ્રમુખ ગગાજી, એપીએમસી ચેરમેન સદસયો ડેરીના ચેરમેનો કા.પં. ઉપપ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, અમથુજી, નગરપાલિકા પ્રમુખ સવરામભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહૃાાં હતા. તાલુકા ભાજપ પ્રમુખ જીવણગર(બાપુજી)ના સંકલનથી આ વિસ્તારને અનેક મોટી સંખ્યામાં નવા ચૂંટાયેલા રપંચ, સામાજિક રાજકીય આગેવાનો તેમજ કોંગ્રેસ છોડી શંકરભાઈ ચૌધરીના હસ્તે બાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને આ વિસ્તારમાં શંકરભાઈ ચૌધરી દ્વારા કોઈ પક્ષપાત વગર થયેલ વિકાસથી પ્રબાવિત થઈ શંકરભાઈના નેતૃત્વમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેતરવા તથા આજુબાજુના ગામોમાંથી અગ્રણી વડીલો, પ્રજાજનો ઉપસ્થિત રહૃાાં હતા. અનેક અગ્રણીઓએ મંત્રીનું સન્માન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *