રીયલ આયર્ન મેનની જેમ જેટસૂટ પહેરીને સૌથી ઝડપે ઊડવાનો રેકોર્ડ

jetsuitb

લંડન: બ્રિટનના રીચર્ડ બ્રાઉનિંગ નામના પાઇલટે આયર્ન મેન જેવા ગેટઅપમાં સૌથી ઝડપી ઊડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડના રીડીંગ શહેરના લગૂના પાર્કમાં ગયા વીકમાં તેણે આયર્ન મેન જેવા કોસ્ચ્યુમમાં જેટ એન્જીન પાવર ધરાવતો સૂટ પહેરીને પાણી પર ઊડવાનો સ્ટન્ટ કર્યો હતો. ત્રીજા અને છેલ્લા પ્રયત્નમાં રીચર્ડ પ૧.પ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પાણી પર ઊડયો હતો અને સૌથી ઝડપી જેટસૂટ ફલાઇંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *