રિતિકની ‘સુપર ૩૦નું શુટિંગ આવતા મહિને

123

બિહારના એક નાનકડા પરિવારના પ્રતિભાશાળી ગણિત નિષ્ણાંત આનંદકુમાર પર બની રહેલી ફિલ્મ સુપર-૩૦નુ શુટિંગ ડિસેમ્બર મહિનામાં કરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગ સાથે સંબંધિત તમામ તૈયારી હવે કરી લેવામાં આવી છે. ફિલ્મને આગામી વર્ષે ર૩મી નવેમ્બરના દિવસે લોંચ કરવા માટેની તૈયારી પણ કરવામાં આવી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મના સહયોગ સાથે વિકાસ બહલના નિર્દેશનમાં આ પિલ્મ બનાવવામાં આવી રહી છે. સુપર-૩૦ ફિલ્મમાં રિતિક રોશન મુખ્ય રોલમાં નજરે પડનાર છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટના ચીફ ઓપરેશન ઓફિસર શિબાસિશ સરકારે પોતાના નિવેદનમાં કહૃાુ છે કે સુપર-૩૦ સંઘર્ષ અને પ્રેરણાના મામલે એક શાનદાર ફિલ્મ છે. આ ફિલ્મને ચાહકો ફિલ્મમાં જોવા માટે ઉત્સુક બનશે. ફિલ્મનુ શુટિંગ હવે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. અમને વિશ્ર્વાસ છે કે આગામી વર્ષે જ્યારે આ ફિલ્મ રજૂ કરવામાં આવશે ત્યારે ચાહકો ફિલ્મને પસંદ કરશે. આનંદ કુમાર પોતાના સુપર-૩૦ ફિલ્મના કાર્યક્રમ અંગે વાત કરતા કહે છે કે ફિલ્મ તમામને પ્રેરણા આપશે. આ ફિલ્મ મારફતે આઇઆઇટી પ્રવેશ પરીક્ષા પાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના સપનાને પૂર્ણ કરી શકાશે. આનંદ આ ૩૦ વિદ્યાર્થીઓને મદદ કરાવે છે. તમામ સંસ્થાઓની મદદથી તેમની ફી ભરાવવામાં મદદ પણ કરે છે. આનંદના સુપર૩૦માંથી મોટા ભાગના બાળકોના પ્રવેશ પણ થઇ જાય છે. બાળકોની પસંદગી પણ કરવામાં આવે છે. ફિલ્મનુ નિર્માણ હવે ઝડપથી આગળ વધશે. રિતિક શ્રેષ્ઠ કલાકારો પૈકી એક તરીકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *