રાહુલ ગાંધી ઉપર સ્મૃતિ ઇરાનીના વળતા પ્રહાર અમેરિકામાં રાહુલ ગાંધીના પ્રહાર ભારતીયનું અપમાન

Smriti-Irani_2

અમેરિકાના પ્રવાસ દરમિયાન રાજનીતિમાં વંશવાદના બચાવ અને મોદી સરકાર ઉપર પ્રહાર કરનાર રાહુલ ગાંધીના નિવેદનને લઇને ભાજપ અને કોંગ્રેસમાં આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપે રાહુલ ગાંધીના નિવેદનની ઉગ્ર ટિકા કરી છે. ભાજપ તરફતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે, રાહુલ વારંવાર વડાપ્રધાન ઉપર પ્રહાર કરે છે તે બાબત કોઇ નવી નથી.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના દેશની નિંદા કરવાની બાબત કેટલી યોગ્ય છે અને કેટલી અયોગ્ય છે તે બાબતની રાહુલ ગાંધીને માહિતી નથી. રાહુલ ગાંધીએ પોતે કબૂલાત કરી છે કે, કોંગ્રેસ પાર્ટીમાં અહંકારની સ્થિતિ હતી. સ્મૃતિના કહેવા મુજબ દેશમાં રાહુલની વાત કોઇ સાંભળી રહૃાા નથી જેથી વિદેશમાં જઇને પ્રહાર કરી રહૃાા છે. સ્મૃતિએ કહ્યું છે કે, વંશવાદ પર રાહુલના નિવેદન દેશ માટે અપમાનજનક બાબત છે. રાહુલે જ્યારે વિદેશમાં એમ કહ્યું છે કે, ભારતમાં વિરાસત તમામ બાબત છે. આ એવા લોકોનું અપમાન છે જે પોતાના વિશ્ર્વાસ ઉપર કંઇ કરવા ઇચ્છુક હોય છે. વડાપ્રધાન પોતે એક ગરીબ પરિવારમાંથી આવે છે. રાષ્ટ્રપતિ પણ વંચિત પરિવારમાંથી આવે છે. ઉપરાષ્ટ્રપતિ કિસાનના પુત્ર છે જેમને સંઘર્ષ બાદ આ જવાબદારી મળી છે. આ ત્રણેય વ્યક્તિ આજે ટોપ ઉપર છે જે દર્શાવે છે કે, લોકશાહીમાં વિરાસત નહીં બલ્કે મેરિટથી કામ ચાલે છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે, ભારતમાં વિરાસતથી તમામ બાબત ચાલે છે. એટલે કે વારસાગત ચીજો આગળ વધે છે. આના માટે રાહુલે અખિલેશ યાદવ અને અભિષેક બચ્ચનના દાખલા આપ્યા હતા. સ્મૃતિએ કહ્યું હતું કે, મોદી ઉપર પ્રહાર કરવાની બાબત રાહુલ ગાંધીની જુની ટેવ છે. આ તેમની નિષ્ફળ વ્યુહરચના છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર રાહુલ પોતાની પીડા રજૂ કરી રહૃાા છે.  રાહુલ ગાંધીને પોતાની સફળતા અને નિષ્ફળતાના માપદૃંડ અમેઠીમાં આવીને જોવાની જરૂર છે. જીએસટી અને નોટબંધીના મુદ્દે સ્મૃતિએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થાને કોંગ્રેસ પણ અમલી બનાવી શકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *