રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે

l2

કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીથી નવસર્જનયાત્રા સંદર્ભે આવતીકાલથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
તેઓનું આવતીકાલે એરપોર્ટ ખાતે કોંગી નેતાઓ દ્વારા સ્વાગત કરાશે ત્યારબાદ ચિલોડ, છાલા, પ્રાંતિજ થઈને હિંમતનગર ખાતે જશે ત્યાં ખેડૂત અધિકારની મીટીંગમાં હાજર રહેશે. ત્યાંથી ઈડર જનઅધિકાર સભામાં હાજરી આપી વડાલી જશે ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે આદિવાસી અધિકાર સભાને સંબોધશે.
સાંજે અંબાજી ખાતે જઈને માતાજીના ચરણમાં શિશ ઝુંકાવશે તેમજ અંબાજીમાં જ રાત્રી રોકાણ કરશે. અંબાજી ખાતે તેઓ સોશ્યલ મીડિયા અને આઈટીની ટીમ સાથે મીટીંગ કર્યા બાદ દાંતા થઈને પાલનપુર જશે ત્યાં પબ્લીક મીટીંગમાં હાજર રહેશે. બપોરે ડીસા ખાતે યુવા રોજગાર સભામાં સામેલ થશે ત્યાંથી ભીલડી થઈને થરા જશે ત્યાં મંદિરે દર્શન કરી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે સાંજે ટોટાણાના મંદિરમાં દર્શન કરશે.
ત્યારબાદ પાટણમાં પ્રગતિ મેદાન ખાતે જાહેરસભાને સંબોધી રાહુલ ગાંધી સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે ત્યારબાદ ત્રીજા દિવસે સવારે પાટણના વીરમેઘમાયા મંદિરમાં દર્શન કર્યા બાદ દલિત સમાજના નેતાઓને પણ પાટણમાં મળશે પાટણથી હારીજ થઈને વરાણાના મંદિરમાં દર્શન કરી સભા સંબોધશે.
ત્યાંથી શંખેશ્ર્વર ખાતે પહોંચીને દેરાસરમાં જઈ રાહુલ દર્શન કરશે ત્યારબાદ બેચરાજી માતાજીના દર્શન કરશે અને રોજગાર અધિકાર સભાને સંબોધશે ત્યારબાદ મહેસાણામાં મહિલા અધિકાર સભામાં સંબોધન કરશે ત્યાંથી મોઢેરા, વિસનગર થઈને રાત્રે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *