રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ત્રણ દિવસમાં સાત જિલ્લાની મુલાકાત લેશે

રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધન દરમ્યાન ભાજપના વિકાસ ગાંડો થયો છે ના મુદ્દે માર્મિક કટાક્ષ કરતાં ઉપસ્થિત હજારોની મેદનીમાં હાસ્યનુ મોજું ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ વિશાળ જનમેદનીને પૂછયું હતું કે, ગુજરાતના વિકાસને શું થયું છે?…શું થયું છે? જેથી જનતાએ જવાબ આપ્યો હતો કે, વિકાસ ગાંડો થઇ ગયો છે. રાહુલ ગાંધીએ જયિંહદ અને ધન્યવાદ કહી સૌનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધી આ વખતે દલિતો, પાટીદારો, આદિવાસીઓ, ખેડૂતો, આંગણવાડીઓના કાર્યકરોને મળનાર છે. રાહુલ ગુજરાતના સાત જિલ્લામાં બેઠક અને યાત્રા કરનાર છે. આ સાત જિલ્લામાં વિધાનસભાની ૩૦થી ૪૦ બેઠકો આવે છે અને આ તમામ બેઠકો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *