રાષ્ટ્રિય નિકાસના યોગદાન સંદર્ભમાં ગુજરાત અગ્રગણ્યરાજ્ય:નિતીન પટેલ

l2

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આજે દિલ્હી ખાતે વાણિજય વિકાસ અને પ્રમોશન કાઉન્સિલની મળેલ ત્રીજી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો સતત ૨૦ ટકા ફાળો રહ્યો છે અને રાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત એક અગ્રગણ્ય રાજ્ય છે.
કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકને સંબોધતા નિતીન પટેલે ઉમેર્યું હતું કે, સને ૨૦૧૬-૧૭માં ગુજરાતની નિકાસ રૂા.૩.૫ લાખ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ (એપ્રિલથી નવેમ્બર)ના પ્રથમ આઠ મહિનામાં ગુજરાતમાંથી કુલ નિકાસ રૂા.૨ લાખ કરોડ છે.
પેટ્રોલિયમ પ્રોડકટ્સ, ઈનોર્ગેનિક અને ઓર્ગેનિક કેમિકલ્સ, ડાયમન્ડસ, ફાર્માસ્યુટિકલ્સ, કેસ્ટર ઓઈલ, મગફળી અને કપાસની નિકાસમાં ગુજરાત ટોચના રાજ્યોમાં છે, તે મોટા ગૌરવની વાત છે.
આ ઉપરાંત એન્જીનિયરિંગ અને કેપિટલ ગુડ્સ, પ્લાસ્ટિક, કોટન ફેબ્રીકસ, ખાતર, કૃષિ પેદાશો, મરીન પ્રોડકટસ અને ડેરી ઉત્પાદનોમાં ગુજરાત રાજ્ય અગ્રગણ્ય નિકાસકાર છે.
નિકાસની વ્યુહ રચનાના અમલીકરણ અને રાજ્યમાં નિકાસકારોની મુશ્કેલીઓના ઉકેલ લાવવા રાજ્ય સરકારે જે અનેકવિધ પગલા લીધાં છે. તેની માહિતી અપાતા નિતીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિકાસ કમિશનરની નિમણૂંક કરી છે તેમજ કૃષિ વિભાગ દ્વારા ‘નિકાસ પ્રમોશન સેલ’ શરૂ કરવાની યોજના છે, જે નિકાસકારોને માર્ગદર્શન અને મદદ આપવા માટે, રાજ્યના તમામ જિલ્લાઓમાં મદદ કરશે.
આ બેઠકમાં નિકાસ વધારવા માટે સૂચનો કરતા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લેબર ઈન્સેન્ટીવ ઈન્ડસ્ટ્રીઝ જેવી કે. ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે. તેના માટે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે, તેના માટે ખયભિવફક્ષમશતય ઊડ્ઢાજ્ઞિતિં ઋજ્ઞિળ ઈંક્ષમશફ જભવયળય હેઠળની સહાયમાં ભારત સરકારે ૧ થી ૨ ટકાનો વધારો કરવો જોઈએ.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધી છે તેથી કૃષિને લગતી ચીજ-વસ્તુઓની નિકાસમાં ભારત સરકાર વધુમાં વધુ પ્રોત્સાહન આપે તેવી રજૂઆત તેમણે બેઠકમાં કરી હતી.
આ ઉપરાંત પટેલે તમામ નિકાસ કરતી ચીજ-વસ્તુઓ અને ખાસ કરીને કેમીકલ્સ અને પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગોના નિકાસમાં વૃદ્ધિ માટે ભારત સરકારને પ્રોત્સાહનો વધારવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *