રાષ્ટ્રપતિ ભવન ખાતે દરબાર હોલમાં વેંકૈયા નાયડુએ દેશના ૧૩માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા

The President, Shri Ram Nath Kovind administering the oath of office of the Vice President to Shri M. Venkaiah Naidu, at a Swearing-in-Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on August 11, 2017.

એમ વૈકેયા નાયડુ આજે દેશના ૧૩માં ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે.રાષ્ટ્રપતિ રામનાથ કોિંવદે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ગરિમાપૂર્ણ સમારોહમાં તેમને ઉપરાષ્ટ્રપતિ પદના સોગંદ અપાવ્યા હતાં. નાયડુએ હિન્દૃીમાં સોગંદ ગ્રહણ કર્યા હતાં. આ પ્રસંગ પર નિવર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રઘાન મનમોહનિંસહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ,વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, રાજયસભામાં વિરોદ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ,અનેક કેન્દ્રીય મંત્રી,વિવિધ રાજકીય પક્ષોના નેતા અને અનેક અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર હતાં.

સોગંદ લેતા પહેલા ૬૮ વર્ષના નાયડુએ રાજઘાટ જઇ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.તેમણે ભારતીય જનસંઘના  સંસ્થાપકોમાંથી એક પંડિત દીનદયાલ ઉપાધ્યાય તથા મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પર પુષ્પ અર્પિત કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ બનવાને કારણે નાયડુ રાજયસભાના નવા સભાપતિ પણ બની ગયા છે. સોગંદ વિધિના થોડા સમય બાદ જ તે સંસદ ભવન પહોંચ્યા હતાં જયાં તેમણે રાજયસભાના ઉપસભાપતિ પી જે કુરિયન,સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર,ગૃહમાં ડાબેરી પાર્ટીના  નેતા ડી  રાજા, દ્વવિડ મુનેત્ર કષગમના નેતા  ત્રિચી શિવા તથા કેટલાક અન્ય પક્ષોના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કુરિયન અને અનંતકુમારે તેમને ગુલદસ્તો ભેટ આપી સ્વાગત  કર્યું હતુૂં ત્યારબાદ તમામ નેતા તેમને સમ્માનપૂર્ણક  સભાપતિના  કક્ષામાં લઇ ગયા હતાં બાદમાં નાયડુએ રાજયસભાની કાર્યવાહીનું  સંચાલન પણ કર્યું હતું.  નાયડુ  ભાજપના  એવા બીજા નેતા છે જે  ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે.  નાયડુના ઉપરાષ્ટ્રપતિ બનવાની સાથે જ દેશના ચાર સર્વોચ્ચ પદો પર ભાજપથી જોડાયેલા નેતા આસીન થઇ ગયા છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોિંવદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન આ તમામ ભાજપના નેતા રહૃાાં છે. નાયડુએ હામિદ અંસારીનું સ્તાન લીધુ  છે.જેમણે સતત બે કાર્યકાળ  સુધી  ઉપરાષ્ટ્રપતિ રહૃાાં બાદ ગુરૂવારે  અવકાશ ગ્રહણ કર્યો છે.

રાજયસભાનું કામકાજ સંભાવવા માટે નાયડુ પહોંચ્યા હતાં. ત્યારબાદ  સત્તાધારી પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી તેમના સ્વાગત માટે પ્રવચન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર તરફથી,જયારે વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે પ્રવચન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીે નાયડુના સ્વાગત પ્રવચનમાં કહ્યું કે વેકેયા નાયડુ ગૃહની દરેક નાની બાબતોતી પરિચિત છે.તે એવા સભાપતિ  છે જેમણે ગૃહની કાર્યવાહીની પુરી માહિતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *