રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથજી ગુજરાતના પ્રવાસે

l4

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથજી કોવિંદ આવતીકાલ તા.૧૫ જુલાઈને શનિારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રામનાથજી કોવિંદનું સાંજે ૫-૩૦ કલાકે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ આગેવાનો અને વિવિધ સમાજ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે રામનાથજી કોવિંદ મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યના ચૂંટાયેલા સભ્યોને મળ્યા બાદ સાંજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના ધારાસભ્યો, સંસદસભ્ય, પ્રદેશ કોર ટીમ સહિતના આગેવાનો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત રહેશે. રાત્રે ત્રણેય આગેવાનો દિલ્હી પરત થશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય ભાજપાના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *