રામાગામની પરિણીતાની પતિ સામે ફરિયાદ

દે.બારીયા તાલુકાના રામાગામના જાસુડા રૂપિયામાં રહેતી ૩૨ વર્ષીય મીનાબેન નિતેશભાઈ રૂપસીંગભાઈ રાવળને તેનાપતિ દ્વારા ગત તા.૧૭-૧૧-૨૦૧૭ના રોજ ‘તું મને ગમતી નથી. હું બીજી પત્ની લઈ આવ્યો છું.’ કહી ઘરમાંથી કાઢી મૂકતા મીનાબેન રાવળ દે.બારીયા તાલુકાના નાની ખજુરી ગામના ડેરી ફળીયામાં પોતાના પિયરમાં જતી રહી હતી.
આ સંબંધે મીનાબેને તેના પતિ નિતેશભાઈ વિરૂધ્ધ દે.બારીયાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *