રામસેતુને તોડાશે નહી તેમ કેન્દ્ર સરકાર સુપ્રીમને જણાવશે

unnamed

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પર્યાવરણની ચિંતાઓ સાથે રાજકીય ઉદેશ્યોને ધ્યાનમાં રાખતા રામ સેતું કંઈ પણ નુકશાન ન પહોંચાડવાની વાત કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ ને કહેશે તે સેતુસમુદ્દમ શિપિગ કેનાલ પ્રોજેકટ અથવા બીજી કોઈ યોજના આઘળ ધરશે નહીં. જેમાં રામ સેતુને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોચતું હશે. આ કેનાલ યોજના નું માળખુ યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તૈયાર કરવામાં આવ્યું હતુ. આનો પ્રસ્તાવ ડીએમકે એ મૂક્યો હતો. જેની પાસે તત્કાલિન સમયમાં વહાણ મંત્રાલય હતું. તે સમયે ભાજપે આ કહેતા યોજનાનો વિરોધ કર્યો હતો કે તેનાથી રામસેતુને નુકશાન પહોંચશે. આ વિષયમાં માન્યતા છે કે ભગવાન રામે શ્રીલંકા જવા માટે આ સેતુનું નિર્માણ કરાવ્યું હતું.

આ ઉપરાંત પર્યાવરણ ને દૃષ્ટિએ પણ તેને ખતરનાક ગણાવામાં આવ્યું હતુ. રાંમ સેતુ નો વિરોધ કરી ભાજપે તમિલનાડૂ અને કેરળમાં હિન્દુત્વની રાજનીતિની દૃષ્ટિ વોટબેન્ક મજબૂત કરવાની ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *