રાત્રે આવેલા ૭.૩ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભારે દહેશત સર્જાઈ ઈરાન-ઇરાક સીમા પર ભીષણ ભૂંકપમાં ૩૪૦ના મોત

13-2

ઇરાક-ઇરાન સરહદ પર ૭.૩ની આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૩૪૦ ઉપર પહોંચી ગયો છે. મોતનો આંકડો અતિઝડપથી વધી રહૃાો છે. ઇજાગ્રસ્તોની સંખ્યા ૪૦૦૦ સુધી પહોંચી ગઈ છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. કારણ કે અનેક ઘાયલ થયેલા લોકોન હાલત ગંભીર દર્શાવવામાં આવી રહી છે.  બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક ઇમારતો પ્રચંડ ભૂકંપના કારણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ છે. ટ્વિટ કરવામાં આવેલા પોસ્ટમાં ભયભીત થયેલા લોકો ઉત્તરીય ઇરાકમાં સુલેમાનિયા સ્થિત ઇમારતોથી બહાર ભાગતા નજરે પડી રહૃાા છે. લોકોમાં વ્યાપક દહેશત દેખાઈ રહી છે.  બીજી બાજુ નજીકના દરબંદીખાનમાં પણ અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. ભૂકંપની સ્થિતિ પર નજર રાખી રહેલા ઇરાન સરકારના અધિકારીઓએ કહ્યું છે કે, મોટ સંખ્યામાં લોકોના મોત થયા છે. ઇરાન અને ઇરાક બંનેમાં સેંકડો લોકોના મોત થયા છે. ઇરાકમાં ભૂકંપના આંચકા બગદાદમાં પણ અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઇરાનના કરમાનશાહ પ્રાંતના ડેબ્યુટી ગવર્નરે કહ્યું છે કે, રાહત છાવણીઓ ઉભી કરવામાં આવી ચુક છે. ભૂકંપ હલબજાથી ૩૦ કિલોમીટરના અંતરે દક્ષિણ પશ્ર્ચિમમાં ગઇકાલે રાત્રે ૯.ર૦ વાગે અનુભવાયો હતો. ઇરાકના સુલેમાનિયા પ્રાંતમાં પણ મોટી સંખ્યામાં લોકોને ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા છે. જે વિસ્તારમાં ભૂકંપનો આંચકો આજે અનુભવાયો છેતે આરબ અને યુરેશિયાઈ ટેક્ટોનિક પ્લેટની ૧૫૦૦ કિમી ફાલ્ટ લાઈનની હદમાં આવે છે. પશ્ર્ચિમી ઇરાનથી ઉત્તર પૂર્વીય ઇરાક સુધી આ વિસ્તાર કેન્દ્રિત છે.  જેથી ભૂકંપની દ્રષ્ટિએ આ સમગ્ર  વિસ્તાર ખુબ જ સંવેદનશીલ છે.  ઇરાનના એક અધિકારીએ માહિતી આપતા કહૃાુ છે કે રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૭.૩ જેટલી ઉંચી આંકવામાં આવી છે. ઇરાનની સમાચાર સંસ્થાએ કહૃાુ છે કે દેશના ૧૪ રાજ્ય ધરતીકંપના કારણે પ્રભાવિત થયા છે. બીજી બાજુ ગઇકાલના વિનાશકારી ધરતીકંપ બાદ સ્કુલ અને કોલેજેમાં રજાની જાહેરાત કરી છે. આજે સોમવારના દિવસે સ્કુલ અને કોલેજ બંધ રાખવામાં આવી છે. ઇરાન દુનિયાના સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તારો પૈકી એક દેશ છે. આ અગાઉ વર્ષ ર૦૦૩માં પણ વિનાશકારી આંચકો આવ્યો હતો. જેમાં ર૬ હજાર લોકોના મોત થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેટલાક ઇરાની અને ઇરાકી શહેરમાં સાવચેતીના પગલારૂપે વિજળી કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. જેથી લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. બન્ને દેશોમાં પ્રચંડ આંચકા બાદ આટરશોક્સનો દોર જારી રહૃાો છે. જેથી દહેશત અકબંધ રહી છે. લોકો જાહેર માર્ગો પર છે. રાત્ર ગાળાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉડાણ ભરવાન બાબત હેલિકોપ્ટર માટે પણ મુશ્કેલ બની હતી. કેટલાક રસ્તા બંધ થઇ ગયા છે. ઇરાકમાં સૌથી વધારે નુકસાન દરબાનદિખાનમાં થયુ છે. સ્થિતી ખુબ ગંભીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇરાક, ઇરાન અને તુર્કીમાં પણ આંચકાની અસર થઇ હતી. રાહત સામગ્રી તુર્કિશ રેડ ક્રેસેન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી દેવામાં આવી રહી છે.  ઇરાનમાં બે મોટા ભૂકંપના આંકડા વર્ષ ર૦૦૫ અને વર્ષ ર૦૧રમાં આવ્યા હતા જેમાં ક્રમશ: ૬૦૦ અને ૩૦૦ લોકોના મોત થઇ ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરી જારી છે ત્યારે મોતનો આંકડો ઝડપથી વધી શકે છે. અત્રે નોંધનીય છે કે, તુર્કી, ઇરાન અને ઇરાકમાં આવેલા આંચકા બાદ હવે વિશ્વના અન્ય દેશો મદદ માટે આગળ આવી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *