રાણીપુરા ગ્રામપંચાયતની દારૂના અડ્ડા બંધ કરવા રજૂઆત

ઝઘડીયાની રાણીપુરા ગ્રામપંચાયતના સરપંચ દ્વારા ગામમાં ચલાવવામાં આવતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક કાર્યવાહી કરી બંધ કરાવવા ઝઘડીયા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે. દારૂના રવાડે ચઢેલાઓ ખેતીના પાક, સિંચાઈના સાધનો તથા સરકારી માલ-મિલકતોને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઝઘડીયા તાલુકાની રાણીપુરા ગ્રામપંચાયત દ્વારા સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ હેઠળ ગ્રામપંચાયતની પડતર જમીનમાં ત્રણ હજારથી વધુ ફળાઉ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. જેમાં કેટલાક વાવેતર કરાયેલ છોડ કોઈ વિઘ્નસંતોષીઓ તથા દારૂના રવાડે ચઢેલા ઈસમો દ્વારા ઉખેડી કાઢવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અવાર-નવાર ગામની સીમમાં કપાસ વીણી જવો, કેળાની લૂમો કાપી લાવવી, શાકભાજી તોડી જવું તથા પાકને નુકશાન કરવું, સિંચાઈના સાધનોની ચોરી તથા તોડફોડ, સરકારી માલ-મિલકતને નુકશાન પહોંચાડવાની વૃત્તિ દારૂના રવાડે ચઢેલાઓ દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદો હતી. જેને ધ્યાનમાં લઈ રાણીપુરા ગ્રામપંચાયત દ્વારા સરપંચે ઝઘડીયા પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *