રાજ્યમાં સ્વાઈન લુનો સકંજો મજબૂત:કુલ મૃત્યુ રર૦ સ્વાઈન લુનો હાહાકાર:વધુ ૧રના મોત

l3

કિલર સ્વાઈન લુનો આતંક રાજ્યભરમાં જારી રહૃાો છે. સ્વાઈન લુના કારણે વધુ મોતના પરિણામ સ્વરુપે ખળભળાટ મચી ગયો છે. મોતનો આંકડો રાજ્યમાં રોકેટગતિએ વધીને રર૦ ઉપર પહોંચ્યો છે. રાજ્યભરમાં સ્વાઈન લુથી વધુ ૧ર લોકોના મોત સાથે આતંક જારી રહૃાો છે. નવા આંકડા મુજબ સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા ૧૧ર૯ નોંધાઈ છે જ્યારે સારવાર બાદ સ્વચ્થ થઇ ચુકેલા લોકોની સંખ્યા ૭૪૬ નોંધાઈ છે. આંકડા દર્શાવે છે કે, કુલ કેસોની સંખ્યા ર૦૯૫ નોંધાઈ ચુકી છે.

નવા કેસોની સંખ્યા આજે ર૧ર નોંધાઈ હતી જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૩૧, સુરતમાં ૧૫, ગાંધીનગરમાં ૯, કચ્છમાં ૮, વડોદરા, મહેસાણામાં છ-છ, જુનાગઢ, આણંદ અને પાટણ અને બનાસકાંઠામાં ૩-૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. એએમસીમાં નવા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે. જ્યારે આજે સ્વાઈન લુના કારણે વધુ ૧ર લોકોના મોત થયા હતા જે પૈકી એએમસીમાં ૦૪ અને અમદાવાદમાં બે મોતનો સમાવેશ થાય છે. આવી જ રીતે એસએમસી, કચ્છ, ગિર સોમનાથ, બીએમસી, ભાવનગર, નવસારીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. સ્વાઈન લુનો આતંક યથાવતરીતે જારી રહૃાો છે. મોતનો આંકડો વધીને રર૦ ઉપર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં સ્વાઈન લુ હાલ કાબુમાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સ્વાઈન લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહૃાા છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહૃાા છે.  ખુદ સરકારના આંકડા પ્રમાણે, રાજયભરમાં અત્યારસુધી સ્વાઇન ફલુના કારણે રર૦થી વધુ લોકોના મોત થયા છે, સ્વાઇન ફલુના ભરડામાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, જુનાગઢ, આણંદ, પાટણ સહિતના વિસ્તારો આવી ગયા છે. નવા વિસ્તારો પણ ઉમેરાઈ રહૃાા છે. રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહૃાો હતો.

રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા અનેક દાવાઓની વચ્ચે દિવસે અને દિવસે સ્વાઈનફલૂના કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહૃાો છે જેને પરીણામે સ્વાઈનફલૂને નિયંત્રણમાં લેવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા તમામ પ્રકારના દાવાઓથી વિપરીત અમદાવાદમાં સ્વાઈનફલૂ બેકાબૂ બની રહૃાો છે.શહેરમાં છેલ્લા ર૪ કલાકની અંદર સ્વાઈનફલૂના નવા ૯૧ કેસ નોંધાવાની સાથે કુલ ચાર લોકોના મોત થતા અત્યારસુધીમાં કુલ ૪૯ લોકોના મોત થવા પામ્યા છે.

શહેરમાં બેકાબૂ બનતી જઈ રહેલી સ્વાઈનફલૂના કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવામાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સદૃંતર નિષ્ફળ નિવડ્યુ હોવાનો વિપક્ષનેતા દિનેશ શર્મા દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.આજે અમદાવાદ શહેરમાં નિપજેલા ચાર લોકોના મોત પૈકી બે ના મોત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થવા પામ્યા હોવાનું સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *