રાજ્યમાં સ્વાઈન ફલુથી વધુ પાંચના મોત

કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન લુના કારણે ગુજરાતમાં વધુ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ૧ર૭ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૮ર થઇ ગયો છે જ્યારે વધુ ૧ર૭ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ત્રીજી સપ્ટેમ્બર સુધી કેસોની સંખ્યા વધીને ૫૯૧૯ સુધી પહોંચી ગયો છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે.

એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે.

અમદાવાદમાં વધુ બેનાં મોત થયા હતા અને ૪ર નવા કેસો નોંધાયા હતા. આજે ૪૦ દર્દિઓને રજા અપાઈ હતી.

મળેલા અહેવાલ મુજબ કુલ ૧૪ દર્દિઓ વેન્ટીલેટર પર છે. ૧૧ દર્દિ બાયપેક પર, ૩૦ દર્દિઓ ઓક્સિજન ઉપર અને ૧૧૧ દર્દિઓ સ્ટેબલ હાલતમાં છે.

ગત માસથી શરૂ થયેલા સ્વાઈનફલૂના કેસ તેમજ આ રોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટવાનુ નામ ન લઈ રહ્યું નથી. વધુ બે મોત થવા પામતા આ માસની શરૂઆતથી ૬ દિવસની અંદર કુલ મળીને ૧૭ લોકોના મોત થવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *