રાજ્યમાં કેબની શરૂઆત ૧૪૦૦ ડ્રાઈવરોએ પટેલ કેબ સાથે જોડાણ કર્યું

patel

છેલ્લા ઘણાં વર્ષોથી વાહન વ્યવહારમાં કેબનું મહત્વ વધ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈને શ્રીમંત લોકો હાલ કેબનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે કેબ કંપનીઓ કેબ ડ્રાઈવરો પાસેથી દિવસની ર૫ ટકા આવકનો હિસ્સો લેતી હોય છે ત્યારે કેબ ડ્રાઈવર પાસેથી મહિનાના અંતે મોટી રકમ કેબ કંપનીઓને આપવી પડે છે ત્યારે ખાસ ડ્રાઈવરને અનુસંધાનમાં લઈને પટેલ્સ કેબ દ્વારા આજે અમદાવાદ-ગાંધીનગર રેડિયો કેબ એસોસિએશન સાથે હાથ મિલાવીને સમગ્ર ગુજરાતમાં કેબની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે શરૂઆતથી જ સમગ્ર ગુજરાતભરમાંથી ૧૪૦૦ જેટલા ડ્રાઈવરો પટેલ્સ કેબ સાથે જોડાયા છે.

આ પ્રસંગે પટેલ્સ કેબના ડિરેક્ટર અમરીશ કારિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેબ કંપનીઓ દ્વારા ડ્રાઈવરોનું શોષણ થતું આવ્યું છે ત્યારે ખાસ ગરીબ તેમજ મધ્યમ વર્ગના ડ્રાઈવરોને ધ્યાનમાં લઈને પટેલ્સ કેબ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં કેબની શરૂઆત કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડ્રાઈવરો કેબ કંપનીને મહિને પોતાની આવકના હિસ્સામાંથી ર૫ જેટલી રકમ આપતા હોય છે ત્યારે મહિનાના અંતે મોટી રકમ ડ્રાઈવરો કેબ કંપનીઓને આપતા હોય છે ત્યારે પટેલ કેબ્સ ત્રણ મહિનાના માત્ર ૩૦૦૦ રૂપિયા ડ્રાઈવરો પાસેથી લેશે. જેના કારણે કેબ ડ્રાઈવરોને મોટી રાહત મળશે.

પટેલ્સ કેબની આજથી અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે. પટેલ્સ કેબ એપ ડાઉનલોડ કરીને બુકિંગ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *