રાજ્યભરના કલેકટરોએ કરેલી સમીક્ષાના આધારે રિપોર્ટ મંગાવ્યો જંત્રીના ભાવમાં ડબલ વધારાના સંકેત

l1

ગુજરાતના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૧૬ ટકાનો વધારો થયો છે ત્યારે આગામી બજેટમાં જંત્રીના ભાવમાં ડબલ વધારો કરવામાં આવે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહૃાા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાએ જંત્રીના દર અંગે રાજ્યભરના કલેકટર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા જંત્રી દરની સમીક્ષા કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે આગામી બજેટમાં જંત્રીના દરમાં ડબલ વધારો કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

છેલ્લા ચારેક વર્ષથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી વચ્ચે નોટબંધી, જીએસટી તથા રેરાના કારણે આ ક્ષેત્રને જબ્બર ફટકો પડયો છે પરંતુ ધીરે ધીરે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સંચાર થઇ રહૃાો છે અને કળવળી રહી છે તેવા સમયે જ જંત્રીમાં તોતીંગ વધારાના ડોઝથી આ ક્ષેત્રને વધુ એક ફટકો પડવાનો ભય વ્યકત કરાઇ રહૃાો છે.

રાજ્ય સરકાર પોતાની તીજોરી ભરવા રીયલ એસ્ટેટ ક્ષેત્રને જંત્રી દર વધારાનો કડવો ડોઝ આપવા તૈયારી કરી રહી હોવાની વિગતો બહાર આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામો અને લોકસભાની માથે ગાજી રહેલી ચૂંટણી વચ્ચે જીએસટીના અમલવારી સાથેનું પ્રથમ બજેટની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ ર૦૧૮-૧૯ના બજેટને લઈને વિભાગવાર સમીક્ષાઓ શરુ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં શરૂ થનાર બજેટ સત્ર માટે નાણાં વિભાગે કવાયત હાથ ધરી છે.  ગત બજેટ વખતથી જ સરકારે પ્લાન અને નોન પ્લાન ખર્ચ અલગ-અલગ બનાવવાના બદલે એક જ હેડ હેઠળ લઈ જવા આવ્યા છે. તો બીજીબાજુ સરકારની આવકમાં ૧રથી ૧૬ ટકાનો વધારો થયો હોવાથી લોકભોગ્ય બજેટ રહે તેવા સંકેતો નાણાં મંત્રાલય તરફથી મળી રહૃાા છે સામે વિવિધ વધારા ખર્ચને પહોંચી વળવા માટે ગત વર્ષ કરેલી જોગવાઈના પરિણામે પુરાંત ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *