રાજ્યના ૧૭ જળાશયો હાઈએલર્ટ

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતીએ વ્યાપક વરસાદને કારણે રાજ્યના ર૦૩ જળાશયો પૈકી ૧૭ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૬ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ર૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧પ૭૭૦.૩૯ મિલિયન ક્યુબીક મીટર પૈકી હાલમાં પ૫૧૮.૦૪ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૧૪ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૬૪ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તેમાં  કચ્છ જિલ્લાના સાનાન્દ્રો, ફતેહગઢ, ગજનસાર, જામનગર જિલ્લાના રૂપારેલ, સાપડા, મોરબી જિલ્લાના મચ્છુ-૧, મચ્છુ-ર, ડેમી-ર, ડેમી-૩ અને રાજકોટ જિલ્લાના લાલપરી, ઘોડાઘોરી, ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ઘોળીધજા, લીંબ ભોગાવો-૧, મોરશલ, સબુરી, અને ત્રિવેણીસંગ એમ કુલ-૧૭ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, કનકાવતી, રાજકોટ જિલ્લાના આજી-ર, ન્યારી-ર, મોરબી જિલ્લાના ડેમી-ર, એમ કુલ ૦૬ને એલર્ટ તેમજ અન્ય છ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *