રાજનીતિનો શિકાર બન્યા વિશ્વદ્યાલયો

art2

દેશના વિશ્વ વિદ્યાલયો એક વાર ફરી ખોટા કારણોથી સમાચારોમાં ચમકી રહ્યા છે. એમ જણાય છે કે, ફેબ્રુઆરી મહીનામાં રાજધાનીના વિશ્ર્વવિદ્યાલયોની સાથે કોઈ અપશુકન જોડાઈ ગયું છે. આ વર્ષે દિલ્હી વિશ્ર્વ વિદ્યાલયની રામજસ કોલેજમાં હિંસા થઈ. .ગયા વર્ષે જવાહરલાલ નેહરૂ વિશ્ર્વવિદ્યાલય એટલેકે જેએનયુમાં થઈ હતી. છેલ્લા૧૨ મહિનાએામા ંદેશના અનેક વિશ્ર્વવિદ્યાલયોમાં એવી અનેક ઘટનાઓ થઈ, જ્યારે સ્વતંત્ર અવાજને દબાવવા માટે હિંસા થઈ અથવા ફરી લોકોને પરેશાન કરાયા. અનેક જગ્યાઓએ નિમંત્રણ પાછા લેવામાં આવ્યા, કાર્યક્રમો રદ થયા. સભાઓમાં હંગામો થયો. અનેકવાર વિશ્ર્વ વિદ્યાલય પ્રશાસને આયોજકોની વિરૂધ્ધ જ કાર્યવાહી કરી. ગયા મહિનામાં જોધપુરમાં પણ આમ જ થયું.
આ પ્રકારની ઘટનાઓ એ અવધારણથી વિરૂધ્ધ જ છે, જેમાં વિશ્ર્વ વિદ્યાલયને એક સ્વાયત્ત સ્થાન માનવામાં આવે છે. આ એક એવું સ્થળ છે જ્યાં અભિવ્યકિતની સ્વતંત્રતા, વિચારોના નિર્માણ અને જ્ઞાનના સંશોધન-શીખવાની પ્રક્રિયાનો જ એક અંતર્નિહિત હિસ્સો હોય છે. વિચારોમાં ભેદ હોવાનું નિશ્ર્ચિત છે, પરંતુ તેને ચર્ચા અને ખુલ્લા દિમાગની એક જરૂરિયાત તરીકે જોવું જોઈએ.
આમાં એકબીજા પ્રતિ સન્મનનો ભાવ હોવો જોઈએ. તેના અપમાનનો નહીં. પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા સંગઠનોનો દૃષ્ટિકોણ આથી વિપરિત છે. તે માને છે કે, જે તેમની ખાધ સહમત નથી, તે તેમની વિરૂધ્ધ છે અથવા તે રાષ્ટ્ર-વિરોધી છે. પરંતુ વાસ્તવમાં લોકતંત્રમાં સૌને અસંમત થવાનો અધિકાર છે.
આ માટે ચર્ચામાં પ્રશ્ર્નો ઉઠાવી શકાય, પોતાનું મંતવ્ય રજુ કરવામાટે કાર્યક્રમ કરવો જોઈએ. પરંતુ બીજાઓને ચૂપ થવાની ફરજ પાડવી જોઈએ નહીં. વિશ્ર્વવિદ્યાલય તર્ક, સહિષ્ણુતા અને બૌદ્ધિક શકિતઓ વધારવા માટે છે. પરંતુ વિશ્ર્વ વિદ્યાલયોમાં થતી આવી ડખલ હવે કોઈ નવી વાત રહી નથી. આ સ્થિતિ છેલ્લા પાંચ દાયકાથી ચાલી રહી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આ વહેણમાં ઘણો વધારો થયો છે. ૧૯૬૦ના દાયકાના અંતમાં રાજ્ય સરકારોએ વિશ્ર્વવિદ્યાલયોમાં ડખલ કરવાનું શરૂ કર્યું હતું. એક બાજુએ આ કામ કુલપતિ, શિક્ષકો, અને અન્ય કર્મચારીઓની તેમાં ભરતી કરાવવા માટે થયું, તો બીજી બાજુએ શાસક પક્ષની અસર વધારવા માટે. છાત્રો, શિક્ષકો અને કર્મચારીઓનો સંઘને રાજકીય લડાઈનું હથિયાર બનાવવામાં આવ્યા. આ પ્રમાણેની પ્રાદેશિકી રાજનીતિએ પણ તેમાં પોતાની ભૂમિકા નિભાવી, જે રાષ્ટ્રીય સ્તરની બૌદ્ધિકતાને નકારતા ખુલ્લેઆમ ક્ષેત્રીય ઓળખ પર ધ્યાન આપતી હતી. જો કોઈ વિશ્ર્વ વિદ્યાલયમાંથી સ્વતંત્ર અવાજ કે મહત્વની આલોચના આવતી, તો રાજકીય પક્ષોના નેતાઓ પરેશાન થઈ જતા. આ કારણોથી વિશ્ર્વ વિદ્યાલયો પ્રતિ કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ પણ બદલાવા માંડ્યો. ફેરફારની શરૂઆત ૧૯૭૭માં થઈ, જ્યારે કેન્દ્રમાં એક પાર્ટીના શાસનનો દોર ખત્મ થયો. પરંતુ તેણે જોર ૧૯૮૬ પછી જ પકડયું, જ્યારે અલ્પકાલિક ગઠબંધન સરકારો આવવા માંડી અને દરેક સામાન્ય ચૂંટણી પછી સત્તા બદલાવવા માંડી. આ રાજકીય સ્પર્ધા વિશ્ર્વ વિદ્યાલયોમાં પણ પહોંચી ગઈ અને કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલય પણ આથી અસ્પૃશ્ય રહે નહીં. એમ લાગે છે કે, આપણો રાજકીય વર્ગ અને શાસક વર્ગ એ સ્વીકારવા તૈયાર નથી કે, સમાજ અને લોકતંત્રમાં વિશ્ર્વવિદ્યાલય કેટલી મહત્વની ભૂમિકા ધરાવે છે. વિશ્ર્વ વિદ્યાલયોને માત્ર ડિગ્રી આપનાર પરિસર કે ભણાવનાર વર્ગો માની લેવાની ભૂલ ગણાશે. તેમની ભૂમિકા ઘણીમોટી હોય છે. ત્યાં છાત્રો પોતાના વર્ગોની બહાર એવું ઘણું શીખે છેે, જે તેમને સમાજના વધુ સારા નાગરિક બનાવે છે.
ત્યાં અધ્ય્યાપક ભણાવવા અને સંશોધન ઉપરાંત સમાજના સ્વતંત્ર બુદ્ધિજીવીની ભૂમિકા નિભાવે છે. તેમનો અવાજ સરકાર, સંસદ, વિદ્યાપિકા, અને ન્યાયપાલિકાનું આકલન કરીને સમાજને રાહ દેખાડે છે. લોકતંત્રમાં આ ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. વિશ્ર્વ વિદ્યાલય એવું સ્થાન છે. જ્યાં કોઈ પણ બાબતમાં સંદેહ દર્શાવી શકાય, કોઈ પણ ચીજ વિષે સવાલ ઉઠાવી શકાય. વિચારોનું વિશ્ર્લેષણ, મુદ્દાઓની ચર્ચા અને સ્વતંત્ર રીતે વિચારણા, આ બધી વધુ કુશળતા પ્રાપ્ત કરવા માટેની સૌથી વધુ જરૂરી બાબત છે. આ બધા તત્વોની જ વિશ્ર્વ વિદ્યાલય અર્થ વ્યવસ્થા, નીતિ અને સમાજની ચેતનાના રખેવાળ બની જાય છે. આથી તેમની સ્વાયત્તતા સૌથી વધુ પવિત્ર બાબત છે. આ કામ એ સ્થળે થઈ શકે નહી, જ્યાં ગુણવત્તા ખરાબ હોય અને ધારા-ધોરણોનું પતન થયું હોય. આથી વિશ્ર્વવિદ્યાલયોમાં ફેરફાર અને સુધારની જરૂર છે. દુર્ભાગ્યે રાજકીય પ્રક્રિયા, રાજકીય પક્ષો અને સરકારોએ, સર્વેએ વિશ્ર્વવિદ્યાલયોમાં ઘણી ગરબડ કરી છે. સમયની સાથોસાથ તે વધતી જાય છે. સરકારો દ્વારા વિવિધ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે નાની-નાની બાબતોમાં હસ્તક્ષેપ વધતો જાય છે. વિશ્ર્વ વિદ્યાલયોમાં આ બધા હસ્તક્ષેપો પાછળનો હેતુ રાજકીય હોય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ જેવી સંસ્થાઓમાં જ્યાં રાજનીતિને દૂર રાખવામાં આવી, ત્યાં આ સંસ્થાઓ ઘણી આગળ વધી ગઈ. પરંતુ વિશ્ર્વ વિદ્યાલયોના કુલપતિ રાજકીય વિચારધારાથી નિમાય છે. આથી વિશ્ર્વ વિદ્યાલયોમાં રાજકીય ખટપટ અને ખેંચતાણ સહજ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *