રાજકીય અનિશ્ચિતતાનો ગોવામાં અંત આવ્યો ગોવાના મુખ્યમંત્રી પારિકરે વિશ્વાસનો મત જીતી લીધો

parrikar-manohar

મનોહર પાર્રિકર સરકારે ૪૦ સભ્યોના ગૃહમાં રર ધારાસભ્યોના સમર્થન સાથે ગોવા વિધાનસભામાં આજે વિશ્વાસ મત જીતી લેતા આ સંદર્ભમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગોવામાં રાજકીય અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે. ચૂંટણીમાં હાલમાં જ કોઈપણ પાર્ટીને બહુમતી મળી ન હતી. જેથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ દેખાઈ રહી હતી. રાજકીય અનિશ્ચિતતાનો માહોલ હતો પરંતુ મનોહર પાર્રિકરે સ્થિરતા લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ગોવામાં ૧૭ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી પરંતુ કોંગ્રેસને માત્ર ૧૬ મત મળી શક્યા ન હતા. સરકારની સામે તેને ઘણી તકલીફ ઉભી થઈ હતી. તેના ધારાસભ્યો વિશ્વજીત રાણે મહત્વપૂર્ણ વિધાનસભામાં શક્તિ પરીક્ષણ દરમિયાન ગેરહાજર રહૃાા હતા. રાણેએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. વિશ્વાસ મત જીતી લીધા બાદ ખુશખુશાલ દેખાતા મનોહર પાર્રિકરે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ક્યારેય પણ સભ્યો ન હતા. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસે સરકારની રચના કરવા માટે ભાજપના પ્રયાસોને રોકવા પ્રયત્નો કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે અમે ભારતના લોકો સમક્ષ સાબિતી આપી ચુક્યા છીએ કે અમારી પાસે ગૃહમાં ર૩ સભ્યોનું સમર્થન છે. બીજી બાજુ દિગ્વિજયિંસહે તેમની પાસે સભ્યો હોવાનો દાવો કર્યો હતો પરંતુ પુરવાર કરી શકવાની સ્થિતિમાં ન હતા. શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી પાસે સભ્યો ન હતા પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવી રહૃાા હતા. એવી માંગ ઉઠી રહી હતી કે પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે દિગ્વિજયિંસહ રાજીનામું આપી દેવું જોઈએ. જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસે આ રમત રમી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ગોવામાં હવે સ્થિર સરકાર બની ચુકી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજયસર દેસાઈ અને એમજીપીના ધારાસભ્યો સુદીનના વલણની પણ પ્રશંસા કરી હતી. તેમના સમર્થનના લીધે ભાજપને જીત મળી ગઈ છે અને તેની સંખ્યા ર૧  પર પહોંચી ગઈ હતી. ૬૧ વર્ષીય મનોહર પાર્રિકરે ભાજપમાંથી ૧ર ધારાસભ્યો, જીએફપીમાં ૩, એનજીપીમાં ૩, અપક્ષમાંથી ૩, એનસીપી તરફથી ૧ નો ટેકો મેળવીને વિશ્વાસ મત જીતી લીધો હતો. ખાસ વિધાનસભાનું સત્ર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શક્તિ પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યું હતું. વિપક્ષી બેચમાં કોંગ્રેસના ૧૬ ધારાસભ્યો રહૃાા હતા. જ્યારે તેના નવા ચૂંટાયેલા સભ્ય વિશ્વજીત રાણે મતદાન દરમિયાન ગેરહાજર રહૃાા હતા. ક્લિયર ડિવિઝન મારફતે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મનોહર પાર્રિકરે આ સપ્તાહની શરૂઆતમાં જ કેન્દ્રિય કેબિનેટમાં સંરક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. ૧૪મી માર્ચના દિવસે મનોહર પાર્રિકરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે અન્ય નવ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. પાર્રિકરે કહ્યું છે કે વિધાનસભા સ્પીકરની ચૂંટણી રરમી માર્ચના દિવસે યોજાશે. ત્યારબાદ ર૩મી માર્ચે રાષ્ટ્રપતિનું સંબોધન રહેશે. રાજ્યનું બજેટ ર૪મી માર્ચે રજુ થશે. આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. કેટલાક ખાતાઓની ફાળવણી કરાશે. પાર્રિકરનું કહેવું છે કે આગામી મહિનામાં કેબિનેટનું વિસ્તરણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *