રર કેબિનેટ સહિત ૪૬ સભ્યોના મંત્રીમંડળમાં એક મુસ્લિમનો સમાવેશ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રીપદે આદિત્યનાથના શપથ

The Prime Minister, Shri Narendra Modi at the swearing-in ceremony of the new government of Uttar Pradesh, at Lucknow on March 19, 2017.
	The Union Minister for Micro, Small and Medium Enterprises, Shri Kalraj Mishra, the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath and other dignitaries are also seen.

ઉત્તરપ્રદેશમાં આખરે યોગી રાજની સ્થાપના થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે આજે યોગી આદિત્યનાથની ભવ્ય કાર્યક્રમમાં તાજપોશી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અનેક કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહૃાા હતા. યોગી આદિત્યનાથને રાજ્યપાલ રામ નાયકે હોદ્દા અને ગુપ્તતતાના શપથ સૌથી પહેલા લેવડાવ્યા હતા ત્યારબાદ તેમના કેબિનેટ અને રાજ્યમંત્રીઓને પણ શપથ અપાવવામાં આવ્યા હતા. લખનૌના પુર્વ મેયર દિનેશ શર્મા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેશવ  પ્રસાદ મોર્યએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શાનદાર શપથગ્રહણ સમારોહનું આયોજન લખનૌના કાંશીરામ સ્મૃતિ ભવનમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ ટોચના નેતાઓ ઉપસ્થિત રહૃાા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કુલ ૧૭ ઓબીસી, ૬ અનુસૂચિત જાતિ, ૭ ઠાકુર, ૮ બ્રાહ્મણ, ૮ કાયસ્થવૈશ્ય, બે જાટ, એક મુસ્લિમને ઉત્તરપ્રદેશ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી તરીકે સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ ખન્ના, સ્વામિ પ્રસાદ મોર્ય, સતીષ મહાના, રાજેશ અગ્રવાલ, રીટા બહુગુણા, દારાસિંહ ચૌહાણ, ધર્મપાલિંસહ, એસપી સિંહ બઘેલ, સત્યદેવ પચોરી, રમાપતિ શાસ્ત્રી, જયપ્રકાશ સિંહ, બ્રજેશ પાઠક, ઓમ પ્રકાશ રાજભર, લક્ષ્મીનારાયણ ચૌધરી, ચેતન ચૌહાણ, શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, મુકુટબિહારી વર્મા, આશુતોષ ગુપ્તા અને નંદગોપાલે શપથ લીધા હતા જ્યારે રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલા સાથે જે લોકોને સામેલ કરવામાં આવ્યા છે તેમાં અનુપમા જયસ્વાલ, સુરેશ રાણા, ઉપેન્દ્ર તિવારી, મહેન્દ્રિંસહ, સ્વતંત્રદેવિંસહ, ભુપેન્દ્રિંસહ, ધર્મિંસહ સૈની, સ્વાતિ સિંહ, અનિલ રાજભરનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી તરીકે જેમને સામેલ કરવામાં આવ્યા છે તેમાં ગુલાબ દેવી, બલદેવ ઓલખ, અતુલ ગર્ગ, સંદીપિંસહ, મોહસીન રઝા, અર્ચના પાંડે, રનવેન્દ્રપ્રતાપ, મનુ કોરી, જ્ઞાનેન્દ્રિંસહ, જયપ્રકાશ, ગિરીશ યાદવ, સંગીતા બલવંત, નિલકંઠ તિવારી, જયકુમાર સિંહ અને સુરેશ પાસીનો સમાવેશ થાય છે. શપથવિધિમાં જુદા જુદા રાજ્યોના કુલ ૧૧ મુખ્યમંત્રી ઉપસ્થિત રહૃાા હતા. શપથવિધિ કાર્યક્રમમાં નીતિન ગડકરી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ચંદ્રાબાબુ નાયડુ, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર પણ ઉપસ્થિતિ રહૃાા હતા. ૭૦૦૦૦થી પણ વધુ લોકો શપથવિધિમાં ઉપસ્થિત રહૃાા હતા. શપથગ્રહણ કાર્યક્રમની બહાર અનેક કિલોમીટર સુધી ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. ભાજપે ૧૪ વર્ષના લાંબાગાળા બાદ ઉત્તરપ્રદેશમાં સત્તામાં વાપસી કરી છે. ૪૦૩ સીટોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં એકલા ભાજપે ૩૧ર સીટો જીતી છે જ્યારે ગઠબંધન સાથે મળીને ૩ર૫ સીટો થઇ છે. જંગી અને પ્રચંડ બહુમતિ બાદ ભાજપની સરકાર બની છે. અરુણાચલ અને આસામના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સત્તારુઢ થયેલા મહંત યોગી આદિત્યનાથ હિન્દૃુવાદી ચહેરા તરીકે રહૃાા છે. અનેક ક્ષેત્રોમાં તેઓ જોડાયેલા રહૃાા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તેઓએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો અને તમામ મુદ્દા ઉઠાવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ગોરખપુર સંસદીય મતવિસ્તારમાં સંસદ સભ્ય રહેલા મહંત યોગી આદિત્યનાથ લોકસભામાં ગોરખપુરનું પ્રતિનિધિત્વ કરતા રહૃાા છે. સપ્ટેમ્બર ર૦૧૪માં મહંત અવૈદ્યનાથના અવસાન બાદ તેઓએ વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ હિન્દૃુ યુવા વાહાણીના સ્થાપક સભ્ય તરીકે રહૃાા છે. તેમનો જન્મ ૫મી જૂન ૧૯૭રના દિવસે થયો હતો. હાલની વય ૪૪ વર્ષની છે. ઉત્તરાખંડના ગડવાલ પોરી પંચુરમાં તેમનો જન્મ થયો હતો. યોગી આદિત્યનાથ મૂળભૂતરીતે રાજપૂત પરિવારના છે. એચએનબી ગડવાલ યુનિવર્સિટી, શ્રીનગરમાંથી સાયન્સમાં બેચલરની ડિગ્રી મેળવી હતી. ૧રમી લોકસભાના સૌથી યુવા ચહેરા તરીકે આદિત્યનાથ રહૃાા હતા. ૧૯૯૮, ૧૯૯૯, ર૦૦૪, ર૦૦૯, ર૦૧૪ની ચૂંટણીમાં લોકસભા માટે ગોરખપુરથી ચૂંટાઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *